Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : શિયાળાની સ્વાસ્થ્ય વર્ધક ચિકીની વાનગીઓ...

Video : શિયાળાની સ્વાસ્થ્ય વર્ધક ચિકીની વાનગીઓ…

શિયાળાની આ ઋતુમાં મળતી તલ, મગફળી અને ડ્રાયફ્રૂટની ચિકી, કચુરિયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : શરીરને આખુ વર્ષ સ્વાસ્થ્ય રાખશે આ વસાણા

- Advertisement -

ગુજરાતમાં વિધાનસભા 2022 ની ચૂંટણીનો ગરમાવો ઓછો થતા શિયાળાની ઋતુ અસર દેખાડી રહી છે. ઠંડીનો ચમકારો હવે વર્તાઈ રહ્યો છે જો કે હર વખત કરતા આ વર્ષે ઠંડીની સિઝન મોડી શરૂ થઈ છે અને ચૂંટણીનો ગરમાવો પણ શાંત થતા લોકો એ ધાબડા અને સ્વેટર કબાટમાંથી કાઢવાના શરૂ કરી દીધા છે. સમગ્ર વાતાવરણમાં ઠંડીની અસર હવે વર્તાઈ રહી છે. બધી ઋતુઓમાં શિયાળાનો સ્વાસ્થ્ય માટે ઉતમ માનવામાં આવે છે. શિયાળાની સવાર એ લોકો વોકીંગ, જોગીંગ, યોગ, પ્રાણાયામ, ધ્યાન વગેરે કરવા વધુ જોવા મળે છે અને વળી આ સિઝનમાં લીલા શાકભાજી પણ ખૂબ સારા મળતા હોય છે. જેથી લોકો વિવિધ પ્રકારના સુપ અને સલાડ આરોગતા પણ જોવા મળે છે. શિયાળામાં ઘરે ઘરે તમને ઉંધિયાની સુગંધો પણ આવતી જોવા મળે છે. આમ જોઇએ તો તમારે તમારા સ્વાસ્થ્ય માટે વિચારવું હોય તો શિયાળો ઉત્તમ ઋતુ ગણાય છે.

- Advertisement -

આ ઉપરાંત શિયાળો આવતા જ બધા સ્વાસ્થ્ય વર્ધક અનેક વાનગીઓ તરફ વળતા જોવા મળે છે. શિયાળામાં સારા શાકભાજી ઉપરાંત વસાણા પણ સારા મળતા હોય છે જે ખાવાના કારણે બાર મહિના સુધી શરીરમાં કોઇ તકલીફ થતી નથી તેવું રિસર્ચમાં જણાવાયું છે જેમ કે તલની વાત કરીએ તો તલમાં ખૂબ માત્રામાં તેલની માત્રા હોય છે. જેના કારણે સાંધાના દુ:ખાવા, ગેસ, કફ માટે તે ખૂબ જ લાભકારી હોય છે અને જો એમાં પણ તલની સાથે ગોળ મળી જાય તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગે છે. જ્યારે વાત કરીએ મગફળીની તો મગફળીની અસર ગરમ હોય છે. તેથી જ શરીરને તેના સેવનથી ગરમી મળે છે. જે ઠંડા દિવસોમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે અને એમાં પણ ગોળ સાથે મગફળી વધુ ફાયદાકારક રહે છે. મગફળી અને ગોળ ખાવાથી પેટનો દુ:ખાવો અને કબજિયાતથી તમામ પાચક સમસ્યાઓથી મુકિત મળવાની શકયતા છે. જે લોકોને સતત પેટમાં દુ:ખાવાની સમસ્યા હોય છે તેઓએ મગફળી ગોળની ચીકકી ખાવાથી મહદઅંશે રાહત મળે છે.

- Advertisement -

મગફળી અને ગોળનું સેવન કરવાથી શરીરમાં વારંવાર ભૂખ નથી લાગતી અને ઉર્જા રહે છે. આ ઉપરાંત ચીક્કી તમને આ શિયાળામાં તળેલા તેલ અને મસાલાવાળા નાસ્તાથી બચાવે છે. જેથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે. મગફળીની ચીકકી ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થવાના સંભાવના અને હૃદયરોગનો ખતરો ઓછો રહેવાની શકયતા છે. આ ઉપરાંત હાર્ટએટેકનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણાં ફાયદા થાય છે જેમ કે તેનાથી રોગપ્રતિકારક શકિત મજબુત બને છે. મગફળી એ રોગપ્રતિકારક શકિત બુસ્ટર તરીકે કામ કરે છે. શિયાળાની ઋતુમાં વાયરલ અને બેકટેરિયલ ચેપનું જોખમ ઘટાડે છે અને શર્દીથી પણ રક્ષણ કરે છે. મગફળીએ ગરમ હોય છે. જેના સેવનથી શરીરને ગરમાવો મળે છે. જ્યારે ગોળ એ ખાંડ કરતા સારો વિકલ્પ છે. જેમના શરીરમાં લોહીની કમી છે. તેઓ ગોળનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે.

શિયાળામાં મળતી ચીકી, તલના લાડુ, તલની શાની અને કચુરિયું વધુ પ્રમાણમાં ખવાતું હોય છે. તે સ્વાસ્થ્ય માટે તો સારું છે જ પરંતુ લોકોને ડાઢે પણ ખુબ લાગે તેવું સ્વાદિષ્ટ હોય છે. શિયાળામાં ઉતરાયણ જેવા તહેવારોમાં લોકો આ ચીકકી અને લાડુનો ખૂબ વપરાશ કરતા જોવા મળે છે. શિયાળામાં મગફળી, તલ, ગુંદ, ખજુર, અડદની દાળ, ગોળ વગેરે જેવી વસ્તુનો વપરાશ કરીને લોકો આ સીઝનમાં ભરપુર લાભ લે છે. એક તો ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને એમાં પણ ગળ્યું ભોજન એ ગુજરાતીઓની નબળાઈ છે. શિયાળામાં બનતી આ બધી વાનગીઓ જે ગળી પણ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થઈ ગઇ છે એ વાતાવરણમાં પ્રસરતી ઠંડકથી તો ખબર પડે જ છે. સાથે સાથે બજારમાં દુકાનોમાં નજર પડતી ચીકકી અને તલની બનાવટોથી પણ ખબર પડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular