Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં દારૂની હેલ્થ પરમીટ લેનારા વધ્યાં

ગુજરાતમાં દારૂની હેલ્થ પરમીટ લેનારા વધ્યાં

- Advertisement -

એક તરફ, દારૂબંધીના દાવા કરવામાં આવી રહ્યા છે જયારે બીજી તરફ, દારૂની પરમિટ લેનારાઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ લેનારાની સંખ્યા વધી છે. દારૂની પરમિટ પણ સરકાર માટે કમાણીનુ માધ્યમ બની છે. દારૂની પરમિટની ફીથી સરકારને રૂ.38.56 કરોડની આવક થઇ છે. ગુજરાતમાં મેડિકલ ગ્રાઉન્ડ આધારે દારૂની પરમિટ આપવામાં આવે છે તે જોતાં દારૂની પરમિટ મેળવવા માટે અરજીઓની સંખ્યા વધી છે. વિધાનસભા ગૃહમાં સરકારે એવી વિગતો આપી છેકે, ગુજરાતમાં હાલ 39,888 લોકો દારૂની પરમિટ ધરાવે છે. આ ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે 14,696 નવી અરજીઓ આવી છે. 30,112 પરમિટને રિન્યૂ કરવામાં આવી છે. દારૂની પરમિટની ફી ઉપરાંત રિન્યૂ ફીથી સરકારને આવક થઇ છે. છેલ્લા ત્રણ વર્ષમાં દારૂની નવી પરમિટથી રૂ.8.75 કરોડની આવક થઇ છે. જયારે દારુની પરમિટ રિન્યૂ કરવાને કારણે સરકારને રૂ.29.80 કરોડની આવક થઇ છે. આમ, કુલ મળીને દારૂની પરમિટને લીધે રૂ.38.56 કરોડની આવક થઇ છે.

- Advertisement -

મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ લેનારાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. વર્ષ 2020માં દારૂની પરમિટ લેનારાની સંખ્યા 27,452 હતી તે વર્ષ 2023માં વધીને 39,888 થઇ છે. રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ દારુના પરમિટ ધારકો છે. અહીં 13,456 લોકોએ દારૂની પરમિટ મેળવી છે જયારે સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લોકોની પરમિટ આપવામાં આવી છે. આમ, ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે દારૂની પરમિટ મેળવનારાંઓની સંખ્યા વધી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular