Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરમહાપાલિકાના આરોગ્ય વિભાગે મૃતક વ્યકિતને વેક્સિન આપી...!

મહાપાલિકાના આરોગ્ય વિભાગે મૃતક વ્યકિતને વેક્સિન આપી…!

સાત માસ પૂર્વે અવસાન થયેલાં વ્યકિતને વેક્સિનેશન : શું આમ જ 100 કરોડ વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરાયો..? : કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતાએ પૂરાવાઓ રજૂ કર્યા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની વધુ એક બેદરકારી બહાર આવી છે. આ બેદરકારીમાં મોરકંડા રોડ પરના બાલનાથ વિસ્તારમાં રહેતાં અને એપ્રિલ માસમાં અવસાન થયેલાં વ્યકિતને 30 નવેમ્બરે વેક્સિનેશનનો બીજો ડોઝ આપવામાં આવ્યા હોવાની ગંભીર બેદરકારી સંદર્ભે કોંગ્રેસના કોર્પોરેટરે કમીશનરને રજુઆત કરી હતી.

- Advertisement -

 

વિગત મુજબ જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર આમ તો હમેશા બેદરકાર જ રહ્યું છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓની અને કર્મચારીઓની બેદરકારીનો ભોગ પ્રજાને બનવું પડે છે. જેવામાં આ વિભાગની વધુ એક ગંભીર બેદરકારી બહાર આવી છે. જેમાં જામનગર શહેરના વોર્ડ નં.12માં આવેલાં મોરકંડા રોડ પરના બાલનાથ વિસ્તારમાં રહેતાં ‘પરમાર જયંતિલાલ’ નામના વ્યકિતનું ગત તારીખ 30 એપ્રિલ 2021ના રોજ અવસાન થયું હતું. આ મૃત્યુ પામેલ વ્યકિતને મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ઘાંચીવાડ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં રૂતુબેન નામના કર્મચારી દ્વારા આ મૃત્યુ પામેલા ‘પરમાર જયંતિલાલ’ને કોરોના વેકિસન બીજો ડોઝ તા.30-11-2021ના રોજ આપવામાં આવ્યો હોવાનું સર્ટીફિકેટ ઇસ્યુ કરાયું હતું અને મૃતકના ઘરે આ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું.

- Advertisement -

 

આરોગ્ય વિભાગે ગંભીર બેદરકારી દાખવી સાત માસ પૂર્વે અવસાન થયેલાં વ્યકિતને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો !? મૃતક વ્યકિતને વેક્સિનેશન કેવી રીતે આપી શકાય? આ સમગ્ર પ્રકરણ પૂરાવા સાથે વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ મ્યુ.કમિશનર વિજય ખરાડીને રજુઆત કરી હતી. અને સાથે સાથે આક્ષેપ પણ કર્યો હતો કે, આરોગ્ય વિભાગન ટીમ દ્વારા શું આવા ખોટા સર્ટીફિકેટ બનાવીને વડાપ્રધાનના 100 કરોડના વેક્સિનેશનના લક્ષ્યાંકને પૂરો કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular