Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરયુવક કોંગ્રેસ, NSUI દ્વારા હેલ્થ સેન્ટર

યુવક કોંગ્રેસ, NSUI દ્વારા હેલ્થ સેન્ટર

આરટીઇના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવા માટે હેલ્થ સેન્ટર

- Advertisement -

જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા હેલ્થ સેન્ટર શરુ કરાયું છે. 2009માં કોંગ્રેસ સરકાર દ્વારા આરટીઇનો કાયદો લાવવામાં આવ્યો હતો. આ યોજનામાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કોઇપણ ખાનગી શાળામાં ધો. 1 થી 8 સુધી ફ્રીમાં અભ્યાસ કરી શકે છે અને તેઓને ડ્રેસ અને સ્ટેશનરીપેટે વાર્ષિક રૂા. 3000 મળે છે અને ખાનગી શાળાએ પણ પોતાની શાળામાં 25 ટકા સીટ આરટીઇના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે.
આ યોજના વર્ષ 2023ના ફોર્મ તા. 10-4-23થી 22-4-23 સુધી ઓનલાઇન ભરવા માટે શરુ થશે. જેના માટે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા સતત 9માં વર્ષે પણ આરટીઇના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવા માટે અને આરટીઇની માહિતી મેળવવા માટે ઓફિસ નં. 412 ચોથો માળ, સ્ટરલાઇટ પોઇન્ટ, જુની અનુપમ ટોકિઝ, તિનબત્તી, જામનગર ખાતે સાંથે 4 થી 8 દરમિયાન તા. 10થી 22 સુધી હેલ્પ સેન્ટર ખોલવામાં આવ્યું છે.

- Advertisement -

આ હેલ્થ સેન્ટર માટે યુવક કોંગ્રેસ-જામનગર પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ મો. 88660 55555, યુવક કોંગ્રેસ ઉત્તર જામનગર મંત્રી શક્તિસિંહ જેઠવા મો. 93268 11111, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા મો. 95585 49999, એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ મો. 81404 09854 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular