કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા યુવકની પત્નીને તેણીનો ભાઈ અને મામા લઇ જતાં મનમાં લાગી આવતા યુવાને તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આવેલા હરસુખભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા અરવિંદ સરદારભાઈ પરમાર (ઉ.વ.46) નામના આદિવાસી યુવાનની પત્ની ઉર્વષીને તેણીનો ભાઈ અને મામા લઇ ગયા હતાં. પત્નીને માવતરે લઇ જતાં મનમાં લાગી આવતા અરવિંદએ ગુરૂવારે સવારના સમયે ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કપુરીબેન દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.