Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરતે મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા ? કહી યુવાનને લમધાર્યો

તે મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા ? કહી યુવાનને લમધાર્યો

જામનગર શહેરમાં જી. જી. હોસ્પિટલ સામે ચા લેવા ગયેલા યુવાનને બે શખ્સોએ તે મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા?તેમ કહી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના હાપામાં બાલાજી ઓઈલ મીલ સામે રહેતા ડ્રાઈવિંગ કરતા સુનિલભાઈ મુકુંદભાઈ ભટ્ટી (ઉ.વ.31) નામનો યુવાન ગત તા. 24 ના રોજ સાંજના સમયે જી. જી. હોસ્પિટલ સામે ચા લેવા ગયો હતો ત્યારે ખુશાલ ધનસુખ ગોહિલ નામના શખ્સે સુનિલને આંતરીને ‘તે મારી પત્ની સાથે લગ્ન કેમ કર્યા ?’ તેમ કહેતાં સુનિલે કહ્યું કે, ‘તારે રક્ષા સાથે છૂટાછેડા થઈ ગયા છે જેથી મેં પ્રેમ લગ્ન કર્યા તેમાં તને શું વાંધો’ તેમ જણાવતા ખુશાલ અને તેના મિત્ર કેશુ ખીમજી વાઘેલા નામના બે શખ્સોએ સુનિલ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની સુનિલભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ વી મોઢવાડિયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ માર મારી ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular