ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં એક અતારાંકિત પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર શું પગલાં લઈ રહી છે તે જાણવા માંગ્યું હતું.
ગુજરાત સરકારે મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટેની કેન્દ્ર સરકારની યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો મેળવ્યો નથી, રાજ્યસભાને માહિતી આપવામાં આવી હતી. મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના કેન્દ્ર સરકારની એક યોજના છે જે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 2011 થી અમલમાં મુકવામાં આવી છે. વિવિધ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા કરવામાં આવેલી માંગના આધારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ભંડોળ ફાળવવામાં આવે છે.
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં એક અતારાંકિત પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો, જેમાં મહિલા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે તે જાણવા માગ્યું હતું. તેમણે મહિલા ખેડૂતોને સશક્ત બનાવવા માટેની યોજનાઓ અને કૃષિ કાર્યબળમાં મહિલા ખેડૂતોની ભાગીદારી વધારવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે તેની વિગતો પણ માંગી હતી.
ગુજરાત ઉપરાંત આસામ, કાશ્મીર, મધ્યપ્રદેશ અને તામીલનાડુ સહિતના અગિયાર રાજયોને કેન્દ્ર સરકારે આ યોજના માટે એક પણ રૂપિયો આપ્યો નથી. 2018-19માં કેન્દ્ર સરકારે 65 કરોડ રૂપિયા ફાડવ્યા પછી 2019-20 અને 2020-21માં માત્ર 11-11 કરોડ રૂપિયા સમગ્ર દેશ માટે ફાળવ્યાં હતાં. જેનાં કારણે ગુજરાત સહિતના 11 રાજયોને આ યોજના હેઠળ ફૂટી કોડી પણ મળી નથી.