Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોંગ્રેસમાં હવે હરીશ રાવતના બગાવતી તેવર

કોંગ્રેસમાં હવે હરીશ રાવતના બગાવતી તેવર

વિવાદાસ્પદ ટિવટમાં લખ્યું મારા હાથ, પગ બાંધી દેવાયા છે

હવે વધુ એક રાજ્યમાં કોંગ્રેસમાં બળવો થવાનો એંધાણ વરતાઈ રહ્યા છે. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે.ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સિનિયર નેતા હરિશ રાવતે બાગી તેવર દેખાડયા છે.સોશિયલ મીડિયા પર તેમણે પોતાની નારાજગી જાહેર કરી છે.

- Advertisement -

રાવતે ટ્વિટર પર લખ્યુ તહુ કે, ચૂંટણી રૂપી સમુદ્રને તરીને પાર કરવાનો છે અને મોટાભાગના સ્થળોએ પાર્ટીના સંગઠન દ્વારા સહયોગ કરવાનુ બાજુ પર રહ્યુ પણ સંગઠન મોઢુ ફેરવીને ઉભુ રહે છે.

તેમણે કહ્યુ હતુ કે, જે દરિયામાં તરવાનુ છે ત્યાં સત્તાધીશોએ કેટલાય મગર મચ્છ છોડી રાખેલા છે.જેમના આદેશ પર તરવાનુ છે તેમના પ્રતિનિધિઓ મારા હાથ પગ બાંધી રહ્યા છે.મનમાં વિચાર આવે છે કે, હવે બહુ થઈ ગયુ અને બહુ તરી લીધુ, હવે આરામ કરવાનો સમય છે.

- Advertisement -

રાવતે આગળ લખ્યુ છે કે, એક તરફ થાકી ગયા હોવાથી આરામ કરવાનુ મન થાય છે તો મનના એક ખૂણેથી અવાજ આવે છે કે, પલાયન પણ યોગ્ય નથી.આમ બહુ અવઢવની સ્થિતિમાં છું.કદાચ નવા વર્ષમાં કોઈ રસ્તો મળી જાય. હરિશ રાવતના આ ટિવટ બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના આંતરિક કલહમાં હવે ઉત્તરાખંડનુ નામ પણ જોડાશે તેવી અટકળો થઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular