Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સ200 ઓકિસજન કંસંટ્રેટર દાન કરશે હાર્દિક પંડ્યા

200 ઓકિસજન કંસંટ્રેટર દાન કરશે હાર્દિક પંડ્યા

- Advertisement -

ભારત ફરી એકવાર કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહ્યું છે. આ લડાઇમાં ઘણી દિગ્ગજ હસ્તીઓ આગળ આવી છે. જેમાં નવું નામ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે તેમણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

ભારતમાં વકરી રહેલી કોરોના વાઇરસની મહામારી સામે લડત આપવા માટે ઘણા ક્રિકેટર્સ આગળ આવ્યા છે. તાજેતરમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પેટ કમિન્સ, બ્રેટ લી, શિખર ધવન તથા સચિન તેંડુલકરે મોટી રકમનું દાન આપ્યું હતું.

હવે મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક તથા કૃણાલ પંડયાએ ગ્રામ્ય વિસ્તારોમાં મદદ થાય તે માટે 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાનમાં આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં અજિંક્ય રહાણેએ પણ મહારાષ્ટ્ર સરકારને 30 ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે જંગી રકમ આપવાની જાહેરાત કરી હતી. હાર્દિકે મેચ પહેલાં જણાવ્યું હતું કે દેશ અત્યારે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.

- Advertisement -

તેમણે કહ્યું હતું કે, કપરા સમયમાં પણ અડીખમ સેવા આપી રહેલા મેડિકલ સ્ટાફ, ફ્રન્ટલાઇન વર્કસ સહિત તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ જેઓ કોવિડ-19ના જંગમાં સાથ આપી રહ્યા છે. હું મારા ભાઇ કૃણાલ તથા માતાની સાથે પૂરો પરિવાર કોરોનાપીડિત લોકોને કેવી રીતે મદદરૂપ બની શકીએ તેના વિકલ્પ શોધી રહ્યા છીએ. મારા મતે ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધારે જરૂર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular