પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રીની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ – બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રીના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા.આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો – આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર – હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. 1448 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.