રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ (vijay rupani birthday wish) છે. આજે જન્મદિવસ નિમિત્તે તેઓએ પત્નિ અંજલીબેન રૂપાણી સાથે સવારે રાજકોટ સ્થિત ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
ત્યારબાદ તેઓએ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટક પૂર્વ રાજયપાલ તથા રાજયના પૂર્વ નાણાંમંત્રી વજુભાઇ વાળાને પ્રણામ કરી આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી પોતાની સરકારના પાંચ વર્ષના ઉજવણીના કાર્યક્રમમાં લાગી ગયા હતા. તેઓએ પોતાના હોમટાઉન રાજકોટમાં મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યુ હતું. તેમજ જુદી-જુદી જગ્યાએ વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. રાજકોટ સહિત સમગ્ર રાજયના અગ્રણીઓ અને નેતાઓએ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
“ખબર ગુજરાત” પરિવાર તરફથી પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (vijay rupani birthday wish)ને તેમના જન્મદિવસે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.