મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12268/12267 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો સુપરફાસ્ટ એક્સપ્રેસ (સંપૂર્ણ આરક્ષિત ટ્રેન) ને ફરી થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ હાપાથી દરરોજ 19:40 કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે 20.43 કલાકે પહોંચશે અને બીજા દિવસે 08:00 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 17 માર્ચ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી દરરોજ 23:10 કલાકે ઉપડશે, રાજકોટ બીજા દિવસે 10.06 કલાકે અને હાપા 11:45 કલાકે પહોંચશે. આ ટ્રેન 16મી માર્ચ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2-ટાયર, એસી 3-ટાયર અને એસી 3-ટાયર ઇકોનોમી ના કોચ હશે. ટ્રેન નંબર 12267 અને 12268 માટે ટિકિટો નું બુકિંગ 14 માર્ચ, 2022 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર 120 દિવસના એડવાન્સ રિઝર્વેશન સમયગાળા સાથે શરૂ થશે.
ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.