Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમતદાન જાગૃતિ અર્થે દિવ્યાંગોનો ક્રિકેટ મેચ

મતદાન જાગૃતિ અર્થે દિવ્યાંગોનો ક્રિકેટ મેચ

- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંર્તગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, નોડલ ઓફિસર (સ્વીપ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ટીમ મેનેજર વિવેકભાઈ મંગીની ’આશા ટીમ’ સામે ટીમ મેનેજર બિપીનભાઈ અમૃતીયાની ’દીપ ટીમ’ની 10 ઓવરની ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજરોજ સવારે ક્રિકેટ બંગલો, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કલેકટર ડૉ. સૌરભ પારઘી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને ટોસ ઉછાળી આ ટુર્નામેન્ટની મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ખેલાડીઓએ હું અવશ્ય મતદાન કરીશના શપથ લીધા હતા.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular