દેવભૂમિ દ્વારકા તાલુકાના હમુસર ગામે રહેતા જયેશભાઈ એભાભા હાથલ નામના શખ્સને થોડા સમય પૂર્વે અહીંની અદાલત દ્વારા ચોક્કસ ગુનામાં જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
જામનગર જિલ્લા જેલમાં રહેલા પાકા કામના ઉપરોક્ત આરોપીએ શરતી જામીન મેળવ્યા બાદ ગત તારીખ ના રોજ આ અંગેની મુદત પૂર્ણ થતાં જામનગર જિલ્લા જેલમાં તે પરત હાજર થયો ન હતો. આ સંદર્ભે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સ્ટાફના એએસઆઈ અશોકભાઈ સવાણી તથા હેડ કોન્સ્ટેબલ જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે પાકા કામના કેદી જયેશ હાથલને મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે આવેલી નવનીત પાસેથી દબોચી લઇ, મીઠાપુર પોલીસને આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. પી.સી. સીંગરખીયા, એએસઆઈ અશોકભાઈ સવાણી, હરદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.