ફલાયઓવર નિર્માણને કારણે શિફટ કરવામાં આવેલી ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટની મુખ્ય પાઇપલાઇનના જોડાણના કામને કારણે આવતીકાલ બુધવારે અડધા જામનગરને પાણી નહીં મળે. જોડાણનું કામ પૂર્ણ થતાં બીજા દિવસથી નિયમિત પાણી વિતરણ શરૂ કરવામાં આવશે.
જામ્યુકોના વોટરવર્કસ વિભાગના જણાવ્યા અનુસાર ફલાયઓવર બ્રિજના નિમાર્ણને કારણે ગુરૂદ્વારા ચોકડી સાત રસ્તા સર્કલ સુધીનું ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટથી આવતી પાણીની મુખ્ય લાઇન શિફટ કરીને નવી લાઇન નાખવામાં આવી છે. આ લાઇનનું ગોમતીપુર સ્મશાન પાસે જોડાણ કરવાનું હોવાથી રર જૂન બુધવારે સમર્પણ, સોલેરિયમ, નવાગામ ઘેડ, રણજીતનગર અને બેડી ઝોન વિસ્તારમાં પાણી વિતરણ થઇ શકશે નહીં. આ ઝોનમાં આવતાં લગભગ અડધા જામનગરના વિસ્તારોને પાઇપલાઇન જોડાણનું કામ પૂર્ણ થયા બાદ બીજા દિવસે પ્રથમ એ ઝોન અને ત્યારબાદ બી ઝોનમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.