Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમેઘાડંબર વચ્ચે શનિવારે જામનગરમાં અડધો ઇંચ વરસાદ

મેઘાડંબર વચ્ચે શનિવારે જામનગરમાં અડધો ઇંચ વરસાદ

જોડિયા, જામજોધપુર, લાલપુરમાં હળવા ઝાપટા

- Advertisement -

જામનગર સહીત રાજ્યભરમાં છેલ્લા બે સપ્તાહથી અવિરત મેઘમહેર થઈ રહી છે. આજે સવારે છ વાગ્યા સુધી પૂરા થતાં 24 કલાક દરમિયાન જામનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં ગઈકાલે શનિવારે ભારે મેઘાડંબર વચ્ચે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. બપોરે વાદળોના ગડગડાટ સાથે મેધરાજાએ ધોધમાર વરસવાનો પ્રારંભ કર્યો હતો જેમાં લગભગ અડધી કલાક સુધી વરસેલા વરસાદે અડધા ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા. વ્યાપક મેઘાડંબર વરચે પોણો કલાક વરસાદ રહ્યા બાદ મેઘરાજા એ વિરામ લીધો હતો. સાંજ સુધી હળવા ઝાપટા પણ યથાવત રહયા હતા. જયારે જામજોધપુરમાં 6 મી.મી., લાલપુર-જોડીયામાં 2-2 મી.મી. વરસાદી ઝાપટા રહ્યા હતા. અન્ય તાલુકા મથકોમાં વરસાદી વિરામ રહ્યો હતો
મેઘાવી માહોલ વચ્ચે તાલુકાકક્ષાના ગામોમાં જામનગરના લાખાબાવળમાં 3 મી.મી., જોડિયાના હડીયાણામાં 5 મી.મી., કાલાવડના ખરેડીમાં 5 મી.મી., નવાગામમાં 3 મી.મી., જામજોધપુરના જામવાડીમાં 4 મી.મી., વાંસજાળીયામાં 6 મી.મી., પરડવામાં 3 મી.મી., લાલપુરના ભણગોરમાં 5 મી.મી., મોટા ખડબામાં 2 મી.મી., મોડપરમાં 2 મી.મી. ના સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular