Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફીઝ સઈદને 31 વર્ષની સજા

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફીઝ સઈદને 31 વર્ષની સજા

- Advertisement -

પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને બે કેસમાં કુલ 31 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સઈદની તમામ સંપત્તિ જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સઈદની જમાત-ઉદ-દાવા, લશ્કર-એ-તૈયબાનું ફ્રન્ટ સંગઠન, 2008ના મુંબઈ હુમલા માટે જવાબદાર છે, જેમાં કુલ 166 લોકો માર્યા ગયા હતા.

- Advertisement -

આ પહેલા ફેબ્રુઆરી 2020માં હાફિઝ સઈદને ટેરર ​​ફાઈનાન્સિંગ કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) હાફિઝ સઈદને બે અલગ-અલગ કેસમાં સાડા પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ સિવાય કોર્ટે બંને કેસમાં સઈદ પર 15 હજાર પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રએ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. 17 જુલાઈ 2019ના રોજ ટેરર ​​ફાઇનાન્સિંગના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને આતંકવાદ વિરોધી અદાલતે ફેબ્રુઆરી 2020 માં આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 11 વર્ષની જેલની સજા ફટકારી હતી.

- Advertisement -

એવું માનવામાં આવે છે કે કોર્ટે હાફિઝ સઈદ વિરુદ્ધ આ ચુકાદો એવા સમયે આપ્યો છે જ્યારે પાકિસ્તાન Financial Action Task Force  (FATF) બ્લેક લિસ્ટમાં સામેલ થવાના જોખમનો સામનો કરી રહ્યું છે. જો પાકિસ્તાનને FATFની બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવે તો તેની ડૂબતી અર્થવ્યવસ્થા પર ભારે ફટકો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular