જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયતના વર્ષ 2017 થી 2021 સુધીના પાંચ વર્ષ માટે પૂર્વ મહિલા સરપંચ કુસુમબેન જયસુખભાઈ પરમાર હતા અને ચાલુ વર્ષે જાન્યુ. 22 નવા સરપંચ જયસુખભાઈ રણછોડભાઈ છે અને બન્ને પતિ-પત્ની મળીને આગલા પાંચ વર્ષ દરમિયાન પોતાના હોદા અને સત્તાનો ફાયદો ઉઠાવી ને ભય.ભૂખ-ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ગામમાંથી અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જોડિયા તાલુકા માં ભાજપમાં મોટો ભૂકંપ થવાના એંધાણ, હડિયાણા ગામના એક જાગૃત નાગરિકો દ્વારા જેની જીણવટ ભરી માહિતી મેળવીને આગળ વધી રહ્યા છે. જેમાં ચાલુ વર્ષે.2022-23 ના તા.14.02.22ના રોજ વર્ષ નું સૌ પ્રથમ બજેટ નો વિરોધ પક્ષના સભ્યો દ્વારા નામંજુર કરવામાં આવ્યું હતું. એવી જ રીતે તા.05.03.22 ના રોજ બીજી વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એવી જ રીતે ત્રીજી વખત તા.20.05.22 ના રોજ પણ 5 જેમ 6 થી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં બજેટને નામંજૂર કરવામાં આવ્યું છે. તેમાં પણ ઉપરોક્ત ભ્રષ્ટાચાર બાબતને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષના 6 સભ્યો દ્વારા ત્રીજીવાર પણ બજેટને ના મંજુર કરવામાં આવેલ છે. જેની ગ્રામજનોએ ખુશી-ખુશીમાં ફટાકડા ફોડીને ખુશીઓ મનાવી હતી.