જામનગરના ગાંધીનગર ખાતે આવેલ શિરડી સાઇબાબા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમા ઉત્સવમાં મુખ્ય કાર્યક્રમોમાં સવારે સાઇબાબાને અભિષેક, આરતી બાદ સમુહમાં ગુરુપૂજન તથા નિજ મંદિરમાં ભક્તો દ્વારા સાઇબાબાને અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજારોહણ, અન્નકોટ, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાપ્રાસાદનો લાભ 1550 લોકોએ લીધો હતો. સાંજે સમુહમાં 21 સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસેં 78-વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ નિલેશભાઇ ઉદાણી, રમેશભાઇ કંસારા, જયેન્દ્રસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા સહિત હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓએ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરો પૂનિતભાઇ, સુનિલભાઇ, હસમુખભાઇ ગોહિલ, પ્રતાપગીરી, ગોટુભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ સાઇબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદી જણાવે છે.


