Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના ગુરૂદ્વારામાં ગુરૂનાનક જયંતિની ઉજવણી - VIDEO

જામનગરના ગુરૂદ્વારામાં ગુરૂનાનક જયંતિની ઉજવણી – VIDEO

ગુરૂદ્વારાને રોશનીનો શણગાર કરાયો : પ્રભાતફેરી, સહજપાઠ, ગુરૂકા લંગર સહિતના કાર્યક્રમો યોજાયા

જામનગરમાં ગુરુદ્વારામાં આજે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિ નિમિતે પ્રભાતફેરી, સહજપાઠ, ગુરૂ કા લંગર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ગુરૂનાનક જયંતિ અંતર્ગત ગુરૂદ્વારાને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. જામનગરના ગુરુદ્વારા માં ગુરુસિંઘ સભામાં આજે ગુરુનાનકજીની 556મી જન્મ જયંતિ ની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં પરોઢિયે ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરીનો આરંભ કરવામાં આવ્યો હતો, અને નગર ભ્રમણ કર્યું હતું, જેમાં અનેક શીખ સંપ્રદાયના ભાઈઓ બહેનો તથા સિંધી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

ઉપરાંત ગુરુ દ્વારા ગુરુસિંઘ સભામાં સેહજ પાઠ નો પ્રારંભ કરાયો હતો, જેની આજે 5 નવેમ્બર ના દિવસે સમાપ્તિ કરવામાં આવી હતી, તે પછી શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહા પ્રસાદ) નું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો, જે હાલ પાકિસ્તાન માં છે, શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનક દેવજી હતા, તેમના 3 સિદ્ધાંતો હતા ’નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,, અર્થાત હંમેશા ભગવાન ને યાદ કરો, મહેનત કરો અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની સેવા કરો, ગુરુનાનક જી એ આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા, ત્યાં તે જોતીજોત સમાગએ દેવ લોક ગયા હતા. આજ રોજ 10.30 વાગે સેહજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી દિલ્હી થી વિશેષ મહેમાન ભાઈ સાહેબ જસપાલ સિંઘજી એ કથા,અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ’ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તકે જામનગર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular