આજે રોજ GUJCET 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાંઆવ્યું છે. આ સાથે જ ટૂંક સમયમાં માર્કશીટ માટેની તારીખ જાહેર કરાશે. ગુજરાતમાં 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ગ્રુપ Aના 474 વિદ્યાર્થીઓ અને ગ્રુપ Bના 678 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
ધો. 12 સાયન્સના ઉમેદવારોને મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ‘GUJCET RESULT 2021’ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. સાયન્સમાં ગ્રૂપ-Aમાં 48 હજાર વિદ્યાર્થીઓ, ગૃપ-Bમાં 68 હજાર 500 વિદ્યાર્થીઓ અને ગૃપ AB ગૃપમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ફિઝિક્સ અને કેમસ્ટ્રીના પેપરમાં 1- 1 પ્રશ્નના ભૂલ હોવાથી 5 તમામ વિદ્યાર્થીઓને 2 ગુણ ગ્રેસીંગ મળશે.