દવાઓની દુકાનોમાં કોરોના કાળમાં લોકોની લાઈનો જોવા મળતી હતી તે જ રીતે સુરત અમદાવાદ શહેરમાં દારૂની હાટડી ઉપર પણ લાઈનો જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર પાંચ મોટા શહેરોમાં 77 લાખ લીટર પરમીટવાળો દારૂ ગુજરાતીઓ ઢીંચી ગયા હતાં. માત્ર સુરતમાં જ છેલ્લાં બે વર્ષમાં અંદાજિત રૂા.125 કરોડનો 25 લાખ લીટર દારૂ-બીયર પેટમાં પધરાવી દીધો હતો. જ્યારે મેગા શહેર અમદાવાદમાં 201 કરોડનો 45 લાખ દારૂની ખપત થઈ ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં 92.45 ટકા બીયર, જ્યારે 7.55 ટકા વ્હીસ્કી સ્કોચ વાાઈન હતો. જો સરેરાશ કિંમત જોતા 400 રૂા. લીટર, વ્હીસ્કી 3000 રૂપિયે લીટર વેંચાઇ રહી છે. એટલે કે, માત્ર સુરત જ 33 મહિનામાં 115 કરોડનો બિયર અને 72 કરોડનો વ્હીસ્કી પેટમાં પધરાવી દીધો છે. જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર 2001 લાખ લીટર પરમીટથી વેંચાણ થયું હતું.
ગાંધીના પોરબંદરમાં પ્રવાસીઓની માંગ થી એક વેપારીએ દારૂની હાટડીની પરવાનગી માંગી હતી પણ તેને મંજૂર કરવામાં આવી નથી. ગાંધીના ગુજરાતમાં 58 જેટલી દારૂની દુકાન છે. છેલ્લા વર્ષમાં 4 શ હેરોમાં 31 હજાર દારૂ પીવાની પરવાનગી અપાઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2021 માં 4428, સુરત 4116, વડોદરા 468 અને રાજકોટ 1482 ને પરમીટ અપાઇ છે. તબીબી સલાહ મુજબ વિવિધ કારણોમાં પણ વધારો થતાં 15 જેટલા કારણો ડોકટર દારૂ પીવાની છૂટ આપતાં જોવા મળ્યા છે.
વિધાનસભામાં રજૂ થયેલ આંકડા મુજબ છેલ્લાં બે વર્ષમાં 1,05,13,149 લીટર દારૂ પકડાયો છે. જેની અંદાજિત કિંમત 236.16 કરોડ થયા જાય છે. જો દૈનિક સરેરાશ જોતા રોજના 14,402 લીટર દારૂ પકડાય છે. પરમીટ ધારકો 4 થી 5 લાખ લીટર દારૂ વેંચાય છે. છેલ્લાં બે વર્ષમાં વિદેશી દારૂ કુલ 1,06,32,904 બોટલ દારૂ તથા બીયર કુલ 12,20,258 બોટલ પકડાઇ છે.