ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળે વેતન વધારાની માંગ ઉપરાંત એનજીઓ કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગણી કરી છે. અને આ મામલે રાજ્ય સરકાર આગામી 13જૂન સુધીમાં હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે સાથે સાથે ચૂંટણી દરમિયાન સોંપવામાં આવતી ફરજો નો બહિષ્કાર કરી સામૂહિક રાજીનામાં ધરી દેવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગર ખાતે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન કર્મચારી મંડળ દ્વારા પડતર માગણીઓના સંદર્ભમાં પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવી હતી.આ સંદર્ભે પ્રમુખ કિશોર ચંદ્ર મોહનલાલ જોશી એ વિગતો આપી હતી કે ગુજરાત સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓને નજીવું વેતન ચૂકવવામાં આવી રહ્યુંછે. ત્યારે રાજ્ય સરકારે આ યોજનાના કર્મચારીઓને આંગણવાડીની બહેનો ની જેમ કાયમી હુકમ આપી સમાન વેતન સમાન કામ મુજબ લઘુતમ વેતન આપવા માગણી કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકારે આ કામગીરી એનજીઓ ને સોંપવાથી ગામડાઓમાં છેલ્લા 36 વર્ષથી નજીવા વેતનથી કર્મચારીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.જૂના મેનુ મુજબ એક ટંકનું ભોજન આપવાની માંગ મધ્યાન ભોજન યોજના મંડળના પ્રમુખ કિશોર જોશી એ કરી છે. ઉલ્લેખનિય છે કે આ તબક્કે મંડળ વતી એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે રાજ્ય સરકાર અમારા મુદ્દાઓનું નિરાકરણ 13 જૂન 2022 સુધીમાં નહીં કરે તો ત્યારબાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવશે.