Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની સમૃધ્ધિને નજર લાગી : આર્થિક અપરાધોમાં વધારો

ગુજરાતની સમૃધ્ધિને નજર લાગી : આર્થિક અપરાધોમાં વધારો

- Advertisement -

ગુજરાત સમૃદ્ધ રાજય તરીકે જાણીતું છે અને તેથી જ દેશભરના આર્થિક અપરાધીઓની નજર ગુજરાત પર વધુ હોય છે તેથી જ અગાઉની સરખામણીમાં ગુજરાતમાં આર્થિક અપરાધો અને ખાસ કરીને મિલ્કત સંબંધી અપરાધોમાં વધારો થયો છે. આર્થિક અપરાધો રાજયમાં 2020માં પ્રતિ એક લાખની વસતિએ 4.5 નોંધાયા હતા જે 2021માં 5.7 થયો છે. મતલબ કે દર એક લાખની વસતિએ રાજયમાં સરેરાશ 6 આર્થિક અપરાધ નોંધાયા છે અને એકંદરે રાજયમાં મોટા આર્થિક અપરાધ 2020માં 3129 હતા તે 2021માં વધીને 3991 નોંધાયા છે. આ ઉપરાંત રૂા.50 લાખ કે તેથી વધુની રકમની મિલ્કતોનું નુકશાન થયું હોય તેવા આર્થિક અપરાધ જે 2020માં 29 હતા તે 2020માં 42 થયા છે જે પણ 44% નો વધારો થયો છે. જો કે આ આંકડામાં બેન્કોમાં જે મોટા ફ્રોડ થાય છે તેનો સમાવેશ થયો નથી. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના જણાવ્યા મુજબ છેતરપીંડી, ચીટીંગ અને ફ્રોડ જેવા અપરાધ 43.7% વધ્યા છે. આ રેકોર્ડ મુજબ રૂા.50 કરોડથી રૂા.100 કરોડ તથા રૂા.100 કરોડથી વધુના આર્થિક અપરાધોમાં લોસ ઓફ પ્રોપર્ટી ‘નીલ’ છે અને આ પ્રકારના અપરાધોમાં 78.3% કેસોમાં ચાર્જશીટ જો કે છેલ્લા બે વર્ષમાં કોવિડ સહિતના કારણોથી બેન્કો વિ. એ આર્થિક અપરાધોની તપાસમાં બ્રેક લાગતા કે ફ્રોડ શોધવામાં વિલંબ થતા બે વર્ષના આંકડા નીચા આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular