Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતસ્કુલ શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતે મેળવ્યો A+ ગ્રેડ !

સ્કુલ શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતે મેળવ્યો A+ ગ્રેડ !

- Advertisement -

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ– P.G.I માં 2019-20ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સીએમ વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ સફળતા બદલ ગુજરાતના શિક્ષણ વિભાગને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisement -

શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા પેરામિટર્સના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ જાહેર કરવામાં આવે છે. ગુજરાતે આ ગ્રેડીંગમાં રીસર્ચ નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડીકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ A+ ગ્રેડ મેળવ્યો છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષમાં 2019-20ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ સીએમ રૂપાણી અને શિક્ષણ મંત્રીભુપેન્દ્ર સિંહે રાજ્યના શિક્ષણ વિભાગને સુદ્રઢ આયોજન અને સમગ્ર શિક્ષક આલમને સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular