Sunday, December 22, 2024
Homeખબર સ્પેશીયલરાજ્યમાં વર્ષ 1980માં સૌથી ઓછું 48.38% 2012માં સૌથી વધુ 71.30% મતદાન :...

રાજ્યમાં વર્ષ 1980માં સૌથી ઓછું 48.38% 2012માં સૌથી વધુ 71.30% મતદાન : Khabar Special

આ વખતે રાજ્યમાં 4.90 કરોડ મતદારો

- Advertisement -

જામનગર સહિત ગુજરાતની 182 બેઠકો માટે વિધાનસભા 2022ની ચૂંટણી માટે આગળની તા.1 અને તા.5 ડિસેમ્બરના રોજ મતદાર પ્રક્રિયા યોજાનાર છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃત્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અવસર રથ સહિતના કાર્યક્રમો દ્વારા લોકોને મતદાન માટે જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના મતદાનની ટકાવારી જોઇએ તો ગુજરાતમાં 1967માં સૌથી વધુ 74.74 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 1980 માં સૌથી ઓછું 48.38 ટકા મતદાન થયું હતું. અગાઉ મતપેટી દ્વારા મતદાન થતું હતું. હવે છેલ્લાં બે દાયકાથી વોટિંગ મશીન થકી મતદાન થઈ રહ્યું છે. મતદાનની ટકાવારી પરિણામમાં ખૂબ મોટી અસર કરે છે. 

- Advertisement -

ગુજરાતમાં 1962માં કુલ 154 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 57.97 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જોડિયા વિધાનસભા બેઠક ઉપર કુલ 53,458 મતદારો નોંધાયા હતાં. જે પૈકી 26,930 મતદારોએ મતદાન કર્યુ હતું આમ જોડિયા બેઠક ઉપર કુલ 50.38 ટકા મતદાન નોંધાયું હતું. તેમાંથી 25,238 મતો માન્ય રહ્યા હતાં. જયારે 1692 મતો એટલે કે 6.28 ટકા મતો અમાન્ય રહ્યા હતાં. જામનગર બેઠક ઉપર કુલ 64,868 નોંધાયેલા મતદારો પૈકી 32,612 મતદારોએ મતદાન કરતા 50.27 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા ઉપર કુલ 74,810 નોંધાયેલા મતદારો પૈકી 27,470 મતદારોએ મતદાન કરતાં 36.72 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર કુલ 57,717 નોંધાયેલા મતદારો પૈકી 22,883 મતદારોએ મતદાન કરતા 39.65 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભામાં 61,966 પૈકી 21,666 મતદારોએ મતદાન કરતા 34.96 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભામાં 56,148 પૈકી 25,022 મતદારોએ મતદાન કરતાં 44.56 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1967માં કુલ 168 બેઠકો
જેમાં 63.70 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જોડિયા વિધાનસભામાં 60,635 મતદારો પૈકી 38,339 મતદારોએ મતદાન કરતા 63.23 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભા બેઠક ઉપર 62,086 પૈકી 40,009 મતદારોએ મતદાન કરતા 64.44 ટકા મતદાન નોંધાયું હતું. અલિયા બેઠક ઉપર 58,158 પૈકી 27,953 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 48.06 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 64,227 પૈકી 35,704 મતદારોએ મતદાન કરતાં 55.59 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 53085 પૈકી 30980 મતદારોએ મતદાન કર્યુ હતું. આમ, 58.36 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 52752 મતદારો પૈકી 25659 મતદારોએ મતદાન કરતા 48.64 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 63449 પૈકી 32729 મતદારોએ મતદાન કરતાં 51.58 ટકા મતદાન નોંધાયું હતું.

- Advertisement -

વર્ષ 1972માં ગુજરાતમાં કુલ 168 બેઠકો
જેમાં 58.10 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં જોડિયા વિધાનસભા બેઠક ઉપર 67667 મતદારો પૈકી 35549 મતદારોએ મતદાન કરતા 52.54 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર બેઠક ઉપર 74,160 મતદારો પૈકી 42211 મતદારોએ મતદાન કરતા 56.52 ટકા મતદાન નોંધાયું હતું. અલિયા બેઠક ઉપર 70611 મતદારો પૈકી 30870 મતદારોએ મતદાન કરતા 43.72 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 74,329 મતદારો પૈકી 40,247 મતદારોએ મતદાન કરતા 54.15 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 60595 મતદારો પૈકી 34254 મતદારોએ મતદાન કરતા 56.53 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 61,053 મતદારો પૈકી 34,740 મતદારો પૈકી મતદાન કરતા 56.90 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક પર 75,909 મતદારો પૈકી 41,721 મતદારોએ મતદાન કરતા 54.96 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1975માં કુલ 181 બેઠકો
જેમાં 60.09 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 69,796 મતદારો પૈકી 45,883 મતદારોએ મતદાન કરતાં 95.74 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 73,809 મતદારો પૈકી 38,781 મતદારોએ મતદાન કરતા 52.54 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 71,673 મતદારો પૈકી 19,059 મતદારોએ મતદાન કરતા માત્ર 26.59 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 72,815 મતદારો પૈકી 50,695 મતદારોએ મતદાન કરતા 59.62 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 69,265 મતદારો પૈકી 46,527 મતદારોએ મતદાન કરતાં 57.17 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 56,401 મતદારો પૈકી 34,912 મતદારોએ મતદાન કરતા 51.90 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 61,318 મતદારો પૈકી 43,215 મતદારોએ મતદાન કરતા 70.48 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 70,362 મતદારો પૈકી 45,087 મતદારોએ મતદાન કરતાં કુલ 64.08 ટકા મતદાન નોંધાયું હતું.

- Advertisement -

વર્ષ 1980માં કુલ 181 બેઠકો
જેમાં 48.37 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 79,653 મતદારો પૈકી 44,324 મતદારોએ મતદાન કરતાં 55.65 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 90,143 મતદારો પૈકી 37,321 મતદારોએ મતદાન કરતા 41.40 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 98,223 મતદારો પૈકી 20,866 મતદારોએ મતદાન કરતા 21.24 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 83,107 મતદારો પૈકી 49,991 મતદારોએ મતદાન કરતા 60.15 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 76,822 મતદારો પૈકી 49,782 મતદારોએ મતદાન કરતાં 64.80 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 64,496 મતદારો પૈકી 33,662 મતદારોએ મતદાન કરતા 52.04 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 70,287 મતદારો પૈકી 41,962 મતદારોએ મતદાન કરતા 59.70 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 80,305 મતદારો પૈકી 38,504 મતદારોએ મતદાન કરતાં કુલ 47.95 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1985માં કુલ 182 બેઠકો
જેમાં 48.82 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 91439 મતદારો પૈકી 46967 મતદારોએ મતદાન કરતાં 51.36 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 95,071 મતદારો પૈકી 47,430 મતદારોએ મતદાન કરતા 49.89 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 1,11,286 મતદારો પૈકી 22,550 મતદારોએ મતદાન કરતા 20.26 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 95,674 મતદારો પૈકી 46,576 મતદારોએ મતદાન કરતા 48.68 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 88,153 મતદારો પૈકી 39,248 મતદારોએ મતદાન કરતાં 44.52 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 74,797 મતદારો પૈકી 36,951 મતદારોએ મતદાન કરતા 49.40 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 88022 મતદારો પૈકી 48008 મતદારોએ મતદાન કરતા 54.54 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 96837 મતદારો પૈકી 46967 મતદારોએ મતદાન કરતાં કુલ 48.50 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1990માં કુલ 182 બેઠકો
જેમાં 52.20 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 113084 મતદારો પૈકી 67199 મતદારોએ મતદાન કરતાં 59.42 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 112103 મતદારો પૈકી 49654 મતદારોએ મતદાન કરતા 44.29 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 151057 મતદારો પૈકી 36306 મતદારોએ મતદાન કરતા 24.03 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 119924 મતદારો પૈકી 60629 મતદારોએ મતદાન કરતા 50.56 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 110339 મતદારો પૈકી 56845 મતદારોએ મતદાન કરતાં 51.52 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 95965 મતદારો પૈકી 48684 મતદારોએ મતદાન કરતા 50.73 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 111477 મતદારો પૈકી 57543 મતદારોએ મતદાન કરતા 51.62 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 120949 મતદારો પૈકી 64246 મતદારોએ મતદાન કરતાં કુલ 53.12 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1995માં કુલ 182 બેઠકો
જેમાં 64.39 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 109567 મતદારો પૈકી 76949 મતદારોએ મતદાન કરતાં 70.18 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 127892 મતદારો પૈકી 66117 મતદારોએ મતદાન કરતા 51.69 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 212342 મતદારો પૈકી 99670 મતદારોએ મતદાન કરતા 46.93 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 119710 મતદારો પૈકી 76217 મતદારોએ મતદાન કરતા 63.17 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 110539 મતદારો પૈકી 73387 મતદારોએ મતદાન કરતાં 66.39 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 96353 મતદારો પૈકી 62109 મતદારોએ મતદાન કરતા 64.46 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 114900 મતદારો પૈકી 66450 મતદારોએ મતદાન કરતા 57.83 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 128045 મતદારો પૈકી 85282 મતદારોએ મતદાન કરતાં કુલ 66.60 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 1998માં કુલ 182 બેઠકો
જેમાં 59.30 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 113303 મતદારો પૈકી 74472 મતદારોએ મતદાન કરતાં 65.73 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 128905 મતદારો પૈકી 58446 મતદારોએ મતદાન કરતા 45.34 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 214156 મતદારો પૈકી 83686 મતદારોએ મતદાન કરતા 39.08 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 123513 મતદારો પૈકી 69958 મતદારોએ મતદાન કરતા 56.64 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 111493 મતદારો પૈકી 68218 મતદારોએ મતદાન કરતાં 61.19 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 101515 મતદારો પૈકી 60985 મતદારોએ મતદાન કરતા 60.07 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 116919 મતદારો પૈકી 66414 મતદારોએ મતદાન કરતા 56.80 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 128512 મતદારો પૈકી 79418 મતદારોએ મતદાન કરતાં કુલ 61.80 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 2002માં કુલ 182 બેઠકો
જેમાં 61.54 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 135073 મતદારો પૈકી 93748 મતદારોએ મતદાન કરતાં 69.41 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 127137 મતદારો પૈકી 63377 મતદારોએ મતદાન કરતા 49.85 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 249428 મતદારો પૈકી 110864 મતદારોએ મતદાન કરતા 44.45 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 144096 મતદારો પૈકી 93223 મતદારોએ મતદાન કરતા 64.70 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 126708 મતદારો પૈકી 89690 મતદારોએ મતદાન કરતાં 70.78 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 117925 મતદારો પૈકી 82215 મતદારોએ મતદાન કરતા 69.72 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 138696 મતદારો પૈકી 78097 મતદારોએ મતદાન કરતા 56.31 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 148726 મતદારો પૈકી 91301 મતદારોએ મતદાન કરતાં કુલ -61.39 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 2007માં કુલ 182 બેઠકો
જેમાં 59.77 ટકા મતદાન થયું હતું. જોડિયા વિધાનસભાની બેઠક ઉપર 136751 મતદારો પૈકી 96691 મતદારોએ મતદાન કરતાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. જામનગર વિધાનસભાની બેઠક ઉપર 131731 મતદારો પૈકી 68737 મતદારોએ મતદાન કરતા 52.18 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 293775 મતદારો પૈકી 138969 મતદારોએ મતદાન કરતા 47.30 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 146041 મતદારો પૈકી 84705 મતદારોએ મતદાન કરતા 58 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 133325 મતદારો પૈકી 93248 મતદારોએ મતદાન કરતાં 69.94 ટકા મતદાન નોંધાયું હતું. ભાણવડ બેઠક ઉપર 130204 મતદારો પૈકી 76965 મતદારોએ મતદાન કરતા 59.11 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 159667 મતદારો પૈકી 86655 મતદારોએ મતદાન કરતા 54.27 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 167442 મતદારો પૈકી 77460 મતદારોએ મતદાન કરતાં કુલ 46.26 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 2012માં કુલ 182 બેઠકો
જેમાં 71.30 ટકા મતદાન થયું હતું. જામનગર ઉતર વિધાનસભાની બેઠક ઉપર 182733 મતદારો પૈકી 122001 મતદારોએ મતદાન કરતા 66.76 ટકા મતદાન થયું હતું. જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપર 184141 મતદારો પૈકી 121128 મતદારોએ મતદાન કરતા 65.88 ટકા મતદાન થયું હતું.જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 186173 મતદારો પૈકી 135227 મતદારોએ મતદાન કરતા 72.64 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 194894 મતદારો પૈકી 134442 મતદારોએ મતદાન કરતા 68.98 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 180661 મતદારો પૈકી 136031 મતદારોએ મતદાન કરતાં 75.30 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 230992 મતદારો પૈકી 157837 મતદારોએ મતદાન કરતા 68.33 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 224030 મતદારો પૈકી 148381 મતદારોએ મતદાન કરતાં કુલ 66.23 ટકા મતદાન નોંધાયું હતું.

વર્ષ 2017માં કુલ 182 બેઠકો
જામનગર ઉતર વિધાનસભાની બેઠક ઉપર 218785 મતદારો પૈકી 143054 મતદારોએ મતદાન કરતા 65.39 ટકા મતદાન થયું હતું. જામનગર દક્ષિણ વિધાનસભાની બેઠક ઉપર 206582 મતદારો પૈકી 133203 મતદારોએ મતદાન કરતા 64.48 ટકા મતદાન થયું હતું. જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 223516 મતદારો પૈકી 148056 મતદારોએ મતદાન કરતા 66.24 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ વિધાનસભા બેઠક ઉપર 215156 મતદારો પૈકી 131351 મતદારોએ મતદાન કરતા 61.05 ટકા મતદાન નોંધાયું હતું. જામજોધપુર બેઠક ઉપર 205251 મતદારો પૈકી 135466 મતદારોએ મતદાન કરતાં 66.00 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર 264794 મતદારો પૈકી 159606 મતદારોએ મતદાન કરતા 60.28 ટકા મતદાન નોંધાયું હતું. દ્વારકા વિધાનસભા બેઠક ઉપર 262232 મતદારો પૈકી 155418 મતદારોએ મતદાન કરતાં કુલ 59.27 ટકા મતદાન નોંધાયું હતું.

સૂચિત બારડ (ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular