Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યું શૈક્ષણિક કેલેન્ડર

ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કર્યું શૈક્ષણિક કેલેન્ડર

241 દિવસ અભ્યાસ, 80 દિવસ રજા

- Advertisement -

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૂ થયાના દોઢ મહિને 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે.જ્યારે ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલથી શરૂ થશે.પ્રથમ સત્ર 19 ઓક્ટોબર સુધીનું રહેશે અને 10 નવે.થી બીજુ સત્ર શરૂ થશે. જ્યારે 1લી મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે.

- Advertisement -

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. 14મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે. બોર્ડની સૂચના મુજબ 2022-23 માટે ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. 9થી12ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.10 તથા 12ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.9 અને 11ની દ્વિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30 ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી 70 ટકા અભ્યાસક્રમ રહેશે. ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ 2019-20થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં.

બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના 16, જુલાઈના 26, ઓગસ્ટના 21, સપ્ટે.ના 26, ઓક્ટો.ના 15 દિવસ સહિત કુલ 104 દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં 18,ડિસે.માં 27, જાન્યુ.આમાં 24, ફેબુ્ર.માં 23, માર્ચમાં 23 અને એપ્રિલમાં 21 દિવસ સહિત કુલ 137 દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ 241 દિવસ શિક્ષણના રહેશે.7 સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર 13 જુનથી 19 ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન 20 ઓક્ટો.થી 9 નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર 10 નવે.થી 30 એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન 1લી મેથી 4 જુન સુધીનું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular