Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત વિકાસ મોડલ આજે દુનિયામાં ચર્ચાનો વિષય : જે.પી. નડ્ડા

ગુજરાત વિકાસ મોડલ આજે દુનિયામાં ચર્ચાનો વિષય : જે.પી. નડ્ડા

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અથાગ પરિશ્રમ કરીને જન સેવાના કાર્યો કર્યા છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ

- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઈકાલે બુધવારે ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો.

- Advertisement -

આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ જણાવ્યું હતું કે “ગુજરાતની ધરતી સંતો-મહંતો અને જનસેવાના ભેખધારીઓની ધરતી છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસના કાર્યોનો પાયો નાખ્યો હતો, અને એ ગુજરાતનું મોડલ સમગ્ર દેશમાં અને આજે સમગ્ર દુનિયામાં વિકાસની દ્રષ્ટિએ ચર્ચાનો વિષય બન્યું છે.”

તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી યોજનાઓના લીધે છેવાડાના લોકોથી માંડીને સર્વને લાભ મળ્યો છે. તેના કારણે લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં શાંતિ, ભાઈચારો તેમજ એકતાના વાતાવરણને લીધે ઔદ્યોગિક વિકાસ અને યુવાઓને રોજગારીની સહિત વિકાસની તકો મળી છે. તેમને ડબલ એન્જિન સરકારની ફળશ્રુતિ પણ જણાવી હતી.

- Advertisement -

ગુજરાતમાં આદિવાસી વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાં પાંચ સ્થળોએથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જણાવીને તેઓએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસથી વિકાસયાત્રાને લોકોએ વધાવ્યા બાદ ગૌરવ યાત્રાને લોકો વધાવી રહ્યા છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અથાગ પરિશ્રમ કરી, જનતાની સેવા કરી રહ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં 14 હજાર કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે, તે અંગે સહર્ષ જણાવી મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં તે જ ગતિએ વિકાસ કાર્યો થયા છે, તેની યોજનાકીય માહિતી પણ આપી હતી.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દ્વારકામાં ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ બોટમાં સંગઠનના પદાધિકારીઓ સાથે સફર કરીને બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકા ખાતે ગૌરવ યાત્રાના કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી જીતુભાઈ વાઘાણી, બ્રિજેશભાઈ મેરજા, કિરીટસિંહ રાણા, સાંસદ પૂનમબેન માડમ, રામભાઈ મોકરિયા, રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, જયંતીભાઈ કવાડિયા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, બાબુભાઈ બોખીરિયા, જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular