Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાંથી 3.25 કરોડનું હેરોઇન કબજે

ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાંથી 3.25 કરોડનું હેરોઇન કબજે

એટીએસની તપાસમાં જામનગરના શખ્સની મુખ્ય ભૂમિકા ખુલી : આજ સુધી 730 કરોડનું હેરોઇન કબજે કરાયું

- Advertisement -

દેવભુમિ દ્વારકા જિલ્લામાંથી 300 કરોડનું હેરોઇન ઝડપાયાના બનાવમાં એટીએસની ટીમે ઝંપલાવ્યું હતું અને ત્યારબાદ એટીએસએ મોરબીમાંથી વધુ 600 કરોડની કિંમતનું હેરોઇન કબજે કર્યું હતું. આ હેરોઇન પ્રકરણમાં પંજાબ, દિલ્હી અને મહારાષ્ટ્રના દાણચોરોની સંડોવણી ખુલી હતી. જેના આધારે ગુજરાત એટીએસએ દિલ્હીમાં નાઇજીરીયન નાગરીકના ઘરમાંથી વધુ 3.25 કરોડનું હેરોઇન કબજે કરી પૂછપરછ હાથ ધરતાં આ પ્રકરણમાં જામનગરના શખ્સની મુખ્ય ભૂમિકાની વિગતો બહાર આવી હતી.

- Advertisement -

એટીએસની ટીમ મોરબીના ઝીંઝુડા ગામે દરોડો પાડીને 600 કરોડની કિંમતના 120 કિલો હેરોઈનસાથે ત્રણ આરોપીને ઝડપી તપાસ દરમિયાન પૂછપરછમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સ્રહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી. એટીએસએ અત્યાર સુધીમાં 730 કરોડથી વધુની કિંમતનું હેરોઈન કબજે કરી 13 આરોપીની ધરપકડ કરી છે. હેરોઈનના આ કેસમાં પકડાયેલા માઈકલ યુગોચુક્વુના રિમાન્ડ દરમિયાન દિલ્હી ખાતે તેના રહેણાંક મકાનમાં હેરોઈન છુપાવેલું હોવાની વિગતો ખુલી હતી. એટીએસની ટીમે દિલ્હીના નિલોઠી ખાતે માઈકલના રહેણાંક મકાનમાં દરોડો પાડી તા. 27ના રોડ વધુ 650 ગ્રામ હેરોઈન કબજે કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 3.25 કરોડની કિંમતનું હેરોઈન પકડાતાં આંતરરાજ્ય તપાસમાં વધુ એક સફળતા મળી છે. માઈકલે કેફીયત આપી છે કે, હેરોઈન ખરીદવા માટે ઈશા રાવ અને તેની ગેગના માણસોને તે આંગડિયા દ્વારા રુપિયા મોકલાવતો હતો. હેરોઈન કૈસમાં પકડાયેલા પુનેના સર્જેરાવ કેશવરાવ ગરડ (ઉ.વ. 56) ગુજરાતમાં જામનગરના ઈશા રાવ અને સાગરિતો મારફતે આવતા હેરોઈનની ડીલીવરી કરતો હતો. હેરોઈનની ડીલીવરી લઈને બસ અને ટ્રેનમાં દિલ્ડી ખાતે માઈક્લને ડીલીવરી આપતો હતો. જેના પૈસા માઈકલ આંગડિયા મારફતે ઈશા રાવ અને તેના સાગરિતોને મોકલતો હતો.

જામનગરના સચાણા ગામનો શબીર ઉર્ફે જાવીદ કાસમ સોઢા ઈશા રાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરિયામાં જઈને હરોઈનની ડોલીવરી મેળવતો હતો. હેરોઈન સચાણા ગામે લાવીને જાવીદ પોતાના કબજામાં સંતાડીને રાખતો હતો. આ પછી ઈશા રાવ કહે ત્યાં અને ત્યારે તેના સાગરિતોને હેરોઈન પહોંચતું કરતો હતો. ગુજરાતથી દેશના ત્રણ રાજ્યો સાથે સંકળાયેલા હેરોઈન કાંડમાં ઈશા રાવ મુખ્ય ભૂમિકામાં હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી રહી છે. ઈશા રાવ કટ-ઓર્ફ સિસ્ટમથી કામ કરતો હતો. દરિયામાં હેરોઈનની ડિલીવરી લેવા માટે જાવીદને કામ સોંપ્યું હતું. આ પછી જાવીદે ઈશા કહેતેને હેરોઈન પહોંચાડવાનું રહેતું હતું. બીજા રાજ્યમાં બીજી ચેઈન ચાલુ થાય તેના થકી હેરોઈનનો જથ્તો દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબ પહાચતો હતો. ગુજરાત એટીએસ હેરોઈન નેટવર્કની આખી ચેઈન તોડવા કાર્યરત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular