Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા પોલીસવડા દ્વારા ગોસરાણી કોમર્સ કોલજમાં e-FIR અંગે માર્ગદર્શન

જિલ્લા પોલીસવડા દ્વારા ગોસરાણી કોમર્સ કોલજમાં e-FIR અંગે માર્ગદર્શન

- Advertisement -

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌસર હંસરાજ ગોસરાણી કોમર્સ ડી. ડી. નાગડા બીબીએ કોલેજમાં e-FIR એપ્લિકેશન અંગે માર્ગદર્શન સેમિનારમાં અતિથિ તરીકે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ , સીટી સી ડીવીઝન પી.આઇ. કે. એલ. ગાધે તથા પી. આઇ. એન. એ. ચાવડા તેમજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી રમણિકલાલ શાહ, ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ, કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડો. સ્નેહલ કોટક, બીસીએ કોલેજનાં પ્રિન્સિપાલ હેતલ સાવલા સ્ટાફગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

કાર્યક્રમની શરૂઆત ડિઝીટલ લેમ્પ લાઇટીંગથી કરવામાં આવી હતી. એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધનમાં વિદ્યાર્થીઓને e-FIR એપ્લિકેશન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ રોજબરોજ યુવાવર્ગમાં થતાં ફ્રોડ, સાયબર ક્રાઇમ, હની ટ્રેપ ઇત્યાદિ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ડો. ભરતેષ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમની સફળતાનો માટે એસ.પી.નાં સહયોગથી કોલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડો. સ્નેહલ કોટકનાં માર્ગદર્શન હેઠળ વાઇસ પ્રિન્સિપાલ સેન્ડ્રા મોસે જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular