જીએસટી કાઉન્સિલની ભલામણને કારણે કેન્દ્ર દ્વારા નવા લાગુ કરવામાં આવેલા અનાજ, ખાદ ચીજો અને ગોળ પરના જીએસટીના નોટિફિકેશનમાં જરૂરી સુધારા કરવામાં આવશે. સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ પર બોજ ન પડે એવી રીતે સરકાર દ્વારા આ નોટિફિકેશનમાં જરૂરી સુધારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ ટેક્સ બાબતમાં કોઈ જ દરખાસ્ત નહોતી, અમારા પર રાજ્યોનું સતત દબાણ હતું એમ કહીને કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એગ્રિકલ્ચરના પ્રમુખ લલિત ગાંધી અને નાશિકના સંસદસભ્ય હેમંત ગોડસેની સાથે મળેલા ચેમ્બરના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં ખાદ્ય પદાર્થોના પરના જીએસટીને રદ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસે ખાદ્ય પદાર્થો પર ટેક્સ વસૂલ કરવાની કોઈ જ દરખાસ્ત નથી એમ જણાવતાં નાણાં મંત્રાલયમાં ટેક્સ ડિપાર્ટમેન્ટના પ્રભારી એવા નાણાં ખાતાના રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ આ -તિનિધિમંડળને કહ્યાં હતું કે જીએસટી કાઉન્સિલમાં વિવિધ રાજ્યોની સતત માગણીઓ તેમ જ તેમની કરવેરા આવકમાં ઘટાડો થવાના અહેવાલોને કારણે તમામ રાજ્યોના નાણાપ્રધાનોની બનેલી સમિતિ દ્વારા ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા જીએસટી લાદવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને જીએસટી કાઉન્સિલે મંજૂરી આપી હતી.’
અમે કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યપ્રધાન પંકજ ચૌધરી સમક્ષ ખાદ્ય પદાર્થો પરનો પાંચ ટકા જીએસટી હટાવવાની માગણી સાથે એક મીટિંગ કરી હતી એમ જણાવતાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એગ્રિકલ્ચરના પ્રમુખ લલિત ગાંધીએ કહ્કાં હતું કે અમે નાણાપ્રધાનને કહ્ટાં હતું કે નવા ખાદ્ય પદાર્થો પરના જીએસટીથી માર્કેટમાં મોંઘવારી વધવાથી સામાન્ય ગ્રાહકો પર નવો બોજો વધશે તેમ જ નાની માત્રામાં ખરીદી કરતા નાના વેપારીઓ પર પણ અનેક રીતે કારોબારમાં બોજો વધી જશે.
આથી કેન્દ્ર સરકારે પુન: વિચારણા કરીને ખાદ્ય પદાર્થો પરના જીએસટીને તરત જ રદ કરવો જોઈએ. ભલે પેકિંગ વગર વેચાતા માલ પર ટેક્સ લાગતો નથી, પરંતુ આજકાલ પેકિંગ વગર માલ વેચવાની પ્રથા લગભગ અપ્રચલિત થઈ ગઈ છે. આરોગ્યની દૃષ્ટિએ પણ ખાદ્ય પદાર્થોની સલામતી અને ગુણવત્તા જાળવવા માટે પેકેજિંગ આવશ્યક છે. આથી ટેક્સનો બોજો સામાન્ય ગ્રાહક પર પડશે. આ ટેક્સ-સ્ટ્રકચરમાં રિટર્ન ભરવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. તેથી નાના વેપારીઓને આ બાબતોને પૂરી કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સંસદસભ્ય હેમંત ગોડસેએ પણ નાણાપ્રધાનને વિનંતી કરી હતી કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે આ કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે. તેમને વેપારીઓને આ કાયદો હટાવવામાં આવશે એવું આશ્ર્વાસન આપવા નાણાપ્રધાનને જણાવ્યું હતું. લલિત ગાંધીએ વધુમાં કહ્યું હતું કે નાણાપ્રધાને પણ સ્વીકાર્યું હતું કે ટેક્સ વસૂલ કરવાની પ્રક્રિયા અને સંબંધિત ઓર્ડરમાં ઘણી ગૂંચવણો અને વિસંગતતાઓ છે. તેમણે અમને કહ્કાં હતું કે આ ઓર્ડરમાં જે કંઈ ટેક્નિકલ ખામીઓ રહેલી છે એ બાબતની બધી જ વિગતો અમારે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સબમિટ કરવી જોઈએ. એટલું જ નહીં, તેમણે સંબંધિત અધિકારીઓને આ અંગેનાં તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થો પર લાદવામાં આવેલા પાંચ ટકા જીએસટીમાં સુધારા કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપી હતી. આ પહેલાં અમે રોડ, ટ્રાન્સપોર્ટ, હાઇવેના કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી; માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર-ા ઇઝિસના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે; કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન ભગવત કરાડ, કોલ્ફાપુરના રાજ્યસભાના મેમ્બર ખાધ પદાર્થો પરનો જીએસટી દૂર થશે? નાણા રાજયમંત્રીનો સંકેત ધનંજય મહાડક, કલ્યાણના સંસદસભ્ય શ્રાંકાંત શેદે, કોલ્હાપુરના સંસદસભ્ય સંજય માંડાલેક સાથે અલગ-અલગ બેઠકો યોજીને અનાજ પરના જીએસટીને રદ કરવાની ભલામણ કરી હતી એમ જણાવીને લલિત ગાંધીએ કહ્યાં હતું કે, આ બધા જ મહાનુભાવોએ અમારી માગણી સાથે સહમત થઈને અમને આશ્ર્વાસન આપ્યું હતું કે તેઓ આ ટેક્સ નાબૂદ કરવાની જીએસટી કાઉન્સિલને ભલામણ કરશે.