Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયસતત પાંચમા મહિને GST કલેકશન 1.30 લાખ કરોડથી વધુ

સતત પાંચમા મહિને GST કલેકશન 1.30 લાખ કરોડથી વધુ

- Advertisement -
ફેબુ્રઆરી, 2022માં જીએસટી કલેક્શન 1.33 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના ફેબુ્રઆરી મહિનાની સરખામણીમાં 18 ટકા વધારે છે. જો કે ઓંમિક્રોનને કારણે આવેલ કોરોનાની લહેરને પગલે જાન્યુઆરી, 2022ની સરખામણીમાં ફેબુ્રઆરી, 2022માં જીએસટી કલેક્શન ઓછું રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં પાંચમી વખત જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. સેસ ક્લેકશન પણ પ્રથમ વખત 10,000 કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓટોમોબાઇલ સહિતના સેક્ટરના વેચાણના આંકડાઓમાં સુધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી,2022માં જીએસટી ક્લેક્શન 1,40,986 કરોડ રૂપિયા રહ્યું હતું. ઓમિક્રોનને કારણે જાન્યુઆરીની સરખામણીમાં ફેબુ્રઆરીમાં જીએસટી કલેક્શન ઓછું રહ્યું છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેબુ્રઆરી, 2022માં કુલ જીએસટી કલેક્શન 1,33,026 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સેન્ટ્રલ જીએસટી 24,435 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 30,779 કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી 67,471 કરોડ રૂપિયા અને સેસ 10,340 કરોડ રૂપિયા રહ્યું છે. ફેબુ્રઆરી, 2021ની સરખામણીમાં ફેબુ્રઆરી, 2022માં જીએસટી કલેક્શન 18 ટકા  વધારે રહ્યું છે.જ્યારે ફેબુ્રઆરી, 2020ની સરખામણીમાં ફેબુ્ર., 2022માં જીએસટી કલેક્શન 26 ટકા વધારે રહ્યું છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ફેબુ્રઆરીમાં 28 દિવસ હોવાના કારણે સામાન્ય રીતે ફેબુ્રઆરીમાં જાન્યુઆરીની સરખામણીમાં જીએસટી ક્લેક્શન ઓછું રહે છે. જીએસટી કલેક્શન  એપ્રિલ, 2021માં 1.39 લાખ કરોડ રૂપિયા, મેમાં 97,821 કરોડ રૂપિયા, જૂનમાં 92,800 કરોડ રૂપિયા, જુલાઇમાં 1.16 લાખ કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 1.12 લાખ કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 1.17 લાખ કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં 1.30 લાખ કરોડ રૂપિયા, નવેમ્બરમાં 1.31 લાખ કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 1.29 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular