જામનગર તાલુકાના મોટી લાખાણી ગામની સીમમાં રહેતાં ખેતરની જમીનમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરી 300 ભારી મગફળીનો ભુકકો તેમજ પ્લાસ્ટિકના પાઈપ સહિતનો સામાન આંગ ચાંપી સળગાવી નાખ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મોટી લાખાણી ગામમાં ભરવાડપાડા વિસ્તારમાં રહેતાં ખોડાભાઈ સોડાભાઈ ઝાપડા (ઉ.વ.50) નામના પ્રૌઢ ખેડૂતની આથમણી સીમમાં પાડતો વાડી તરીકે ઓળખાતી સર્વે નંબર 774 નીં ખેતરની જમીનમાં ગત તા. 22 ના સાંજના 7 વાગ્યાથી 23 તારીખના સવારે 7 વાગ્યા સુધીના અરસામાં અજાણ્યા શખ્સે ખેતરમાં પ્રવેશ કરી ખેતરમાં પડેલા રૂા.30 હજારની કિંમતના 300 ભારી મગફળીના ભુકાનો ઢગલો તથા રૂા.10 હજારની કિંમતનો પાણીની લાઈન માટે પ્લાસ્ટિકના પાઈપ સહિત રૂા.40 હજારનો માલ સામાન દિવાસળી ચાંપી સળગાવી નાખ્યો હતો. આ અંગેની જાણ થતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફે ખોડાભાઈના નિવેદનના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.