यह भी खूब रही…बुलडोजर की बारात……..!!
तेज आवाज में DJ पर बजता म्यूजिक, पीछे-पीछे कार में दुल्हा-दूल्हन और उनके पीछे बुलडोजर की लंबी लाइन। #buldozer #wedding #Jhansi #UttarPradesh pic.twitter.com/dK3aoQ23lj
— Krishna Kumar Yadav (@kkyadava) February 23, 2025

દુલ્હનની વિદાયનો એક અનોખો નજારો જોવા મળ્યો. સામાન્ય રીતે સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત ઘણાં અવનવા કિસ્સાઓ નજરે પડતા હોય છે ત્યારે ઝાંસીમાં વરરાજાએ એક ઈતિહાસ રચ્યો. દુલ્હનના દરવાજે જેસીબી અને બુલડોઝરના કાફલા સાથે પહોંચ્યો હતો. આ વાયરલ વીડિયોને જોઇને લોકો આશ્ર્ચર્યચકિત થઈ રહ્યા છે.
સામાન્ય રીતે લગ્ન સરઘસમાં ઘોડા ગાડીઓ કે મોટરકાર જોવા મળે છે. પરંતુ બુલડોઝર અને જેસીબીની લાંબી કતારો સાથે ઝાંસીમાં એક અનોખી જાન જોવા મળી હતી. દુલ્હનના વિદાયનો સમય આવતાની સાથે આખો કાફલો રસ્તા પર આવી ગયો અને વરરાજા તેની દુલ્હનને જેસીબી પર બેસાડીને વિદાય આપતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @kkyadava નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે બુલડોઝર સરઘસ ડી જે પર સંગીત વાગી રહ્યું છે. પાછળ કારમાં સવાર વરરાજા અને તેમની પાછળ બુલડોઝરની લાંબી લાઈન જોવા મળી છે.