જામનગરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિવિધ સંસ્થાઓ તથા અગ્રણીઓએ પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારે જામનગરના કોશિષ ફાઉન્ડેશન દ્વારા નેશનલ હાઇસ્કૂલમાં પરીક્ષાર્થીઓનું મોઢુ મીઠુ કરાવી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે શાળાના પ્રમુખ બિપીનભાઈ ઝવેરી, આચાર્ય ગોહિલ, સંસ્થાના સ્થાપક પ્રમુખ સારાબેન મકવાણા, કિરીટભાઈ મહેતા, મેહમુદભાઈ વહેવારિયા તેમજ અન્ય સભ્યો જુનેદ ધ્રોલીયાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.