જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં હવે સરકારી ભરતીની પરીક્ષાઓ શરૂ થઇ છે. ત્યારે જામનગર શહેરમાં આજરોજ જીપીએસસીની જુનિયર સહાયકની પરીક્ષા યોજાઇ હતી. જામનગર શહેરમાં કુલ 25 કેન્દ્ર ખાતે 248 બ્લોકમાં જુનિયર સહાયક વર્ગ-3ની પરીક્ષામાં કુલ 5946 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના મહામારી વચ્ચે સરકારના કોરોનાના નિયમો સાથે પરીક્ષા યોજાઇ હતી. વિદ્યાર્થીઓને હાથ સેનેટાઇઝ કરાવી, સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો. માસ્ક સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.