આગામી અપ્રિલ અને મે માં જીપીએસસીની 10 જેટલી પરીક્ષાઓ યોજાવાની હતી. જેની તારીખો પાછી ઠેલવાઈ છે.કોરોના વાયરસની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અપ્રિલ અને મે માસમાં આયોજિત કેટલીક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે શાળા,ટ્યુશનો પણ બંધ કરવામાં આવ્યા છે. અને હવે જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે પરીક્ષાઓ હવે મે મહિનાની મધ્યમાં અને અંતમાં યોજાશે.