Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકેબિનેટ મંત્રીના પ્રયાસોથી બોક્ષ ડ્રેનેજ-પંપીગ સ્ટેશનને સરકારની મંજૂરી

કેબિનેટ મંત્રીના પ્રયાસોથી બોક્ષ ડ્રેનેજ-પંપીગ સ્ટેશનને સરકારની મંજૂરી

રાજય સરકારનો આભાર વ્યકત કરતાં સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

ખંભાળિયા શહેરમાંથી પસાર થતી વર્ષો જુની ઘી નદી તથા તેલી નદીમાં ખંભાળિયા શહેરનું ગંદુ પાણી આ બંને નદીઓમાં ભળતુ હતું. જે ખંભાળિયા શહેરીજનો માટે વર્ષોની સમસ્યા હતી. જે સમસ્યાનાં નિવારણ માટે મહાપ્રભુજીની બેઠકથી ગુલાબનગર ટેકરી પર આવેલી આંગણવાડી સુધી આવેલ તેલી નદીનાં બંને કાઠે બોક્ષ ડ્રેનેજ બનાવવાનું કામ તથા રામનાથમાં કોલેજથી ખામનાથ મંદીર સામે આવેલા પમ્પીંગ સ્ટેશન સુધીથી નદીનાં કાઠે બોકસ ડ્રેનેજ બનાવવાનાં કામો બાબતે નગરપાલિકાની સામાન્ય સભા દ્વારા ઠરાવ પસાર કરીને નગરપાલિકા દ્વારા આ અંગેની દરખાસ્ત તૈયાર કરીને સરકારને મોકલવામાં આવેલ હતી.

- Advertisement -

નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ કામોની દરખાસ્ત અન્વયે નગરપાલિકાનાં તત્કાલિન પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર તથા પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય તથા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા દ્વારા તેમજ વર્તમાન પ્રમુખ રચનાબેન મોહીતભાઈ મોટાણી તથા સાથી સદસ્યો દ્વારા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમને રજુઆતો કરતા તેઓ દ્વારા સરકારને આ દરખાસ્ત મંજુર કરવા બાબતે વખતો વખતનાં રેફરન્સ પત્રો લખીને સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

સરકાર સમક્ષ સતત રજુઆતો અને ભલામણ કરી અતે તેઓનાં અથાગ પ્રયત્નો થકી ટુંકા ગાળામાં જ સરકાર દ્વારા આ બંને કામો મંજુર કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત શહેરી વિકાસ મિશન, ગાંધીનગરનાં ગઈકાલ તા. 19 ના પત્રથી મહાપ્રભુજીની બેઠકથી ગુલાબનગર ટેકરી પર આવેલી આંગણવાડી સુધી આવેલ તેલી નદીનાં બંને કાઠે બોક્ષ ડ્રેનેજ બનાવવાનાં કામનાં રૂા. 12,33,55,927 તથા ગોરીયા કોલેજથી ખામનાથ મંદિર સામે આવેલા પમ્પીંગ સ્ટેશન સુધી ઘી નદીનાં કાઠે બોકસ ડ્રેનેજ બનાવવાના કામનાં રૂા. 16,29,06,079 મળી, કુલ રૂપિયા 28 કરોડ 65 લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજુર કરવામાં આવ્યા છે.આ બંને કામો મંજુર થવાથી ખંભાળિયા શહેરનું ગંદુ પાણી તેલી નદી તથા ઘી નદીમાં પ્રવેશતું અટકશે અને શહેરની આ બંને નદીઓ પ્રદુષિત થતી અટકશે. આ બાબતે ખંભાળિયા નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરનાં નગરજનો વતી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમ સાથે રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular