એફિશિયન્સ સર્વિસીઝ લિમીટેડ ટુંક સમયમાં જ પર્યાવરણ અનુકુળ રીતે ખોરાક રાંધવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે. જે અંતર્ગત ગ્રાહકોને સસ્તા દરે ઈન્ડકશન ચુલો અને પ્રેસર કુકર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે દેશમાં હજુ પણ એવા અનેક ક્ષેત્રો છે જયાં એલપીજી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. જયારે ત્યાં વીજળી પહોચી ગઈ છે. મુખ્યત્વે તે વિસ્તારોને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ઈન્ડકશન ચૂલો અને ઈન્ડકશન પ્રેસર કુકર હાલના બજાર મુલ્યથી 20 થી 30 ટકા સસ્તા થઈ શકે છે.
આ બારામાં રાજયો સાથે પણ વાતચીત થઈ છે. ઈઈએસએસી ઉર્જા દક્ષતા વધારવા અને વીજળી ઘટાડવાનાં કાર્યક્રમોનુ સંચાલન કરી રહ્યું છે. તેમાં સસ્તા દરે એલઈડી ઉપલબ્ધ કરાવવાનો ઉજાલા કાર્યક્રમ, સ્માર્ટ મીટર કાર્યક્રમ, ઈમારતોને ઉર્જા દક્ષ બનાવવાનો કાર્યક્રમ સામેલ છે.


