Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતશિક્ષણને જોખમમાં મુકી રહી છે સરકાર: હાઇકોર્ટ

શિક્ષણને જોખમમાં મુકી રહી છે સરકાર: હાઇકોર્ટ

- Advertisement -

ધોરણ 1 થી 5માં ભણાવતા શિક્ષકો ધો.6 થી 8માં ભણાવી શકે નહી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા કેસમાં જસ્ટિસ એ.એસ સુપૈયાએ ઉકત આદેશ કર્યો છે. કોર્ટે એવું અવલોકન કર્યુ છે કે પ્રથમદર્શનીય રીતે સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી હોય તેવુ જણાઇ આવે છે. 1 થી 5માં ભણાવતા શિક્ષકો 6 થી 8 ધોરણ માટે ગેરલાયક હોય છે તેથી તેમને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી આપી શકાય નહી. તમે અત્યારે આવી મંજૂરી આપી કેવી રીતે શકો? આરટીઆઇનો કાયદો કેવી રીતે આ પ્રકારે મંજૂરી આપતો નથી. તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો. કોર્ટે ડિરેકટર ઓફ પ્રાઇમરી એજયુકેશન ઓફિસરને નોટિસ ફટકારીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

ગણપતભાઇ નાનજીભાઇ દભાણી તરફથી એડવોકેટ ગૌરવ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમાં એવી રજૂઆત કરી છે કે, સરકાર હાલમાં ધોરણ 1 થી 5 ના શિક્ષકોને ધો. 6 થી 8માં ભણાવવા મંજૂરી આપી રહી છે. આ નિર્ણય તદન ગેરકાયદે છે. સરકાર બાળકોના શિક્ષણને જોખમમાં મુકી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે, ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી માટે પંસદ થયેલા શિક્ષકો પાંચમાં ધોરણ સુધી ભણાવી રહ્યા છે. લાયકાત વગરના શિક્ષકોને ઉચ્ચ ધોરણમાં ભણાવવા મંજૂરી આપી શકાય નહી.

ચાલુ સુનાવણી દરમ્યાન કોર્ટે સરકારને પ્રાઇમરી એજ્યુકેશન ડિરેકટરને ફોન કરવા આદેશ કર્યો હતો. કોર્ટે મદદનીશ સરકારી વકીલને એવી ટકોર કરી હતી કે, ડિરેકટરને ફોન કરીને કહો કે શિક્ષકો ન મળતા હોય તો નવા ભરતી કરો. આ રીતે ગેરલાયક શિક્ષકોને બાળકોને ભણાવવા કેવી રીતે મોકલી શકાય? લાયક શિક્ષકોને ભરતી કેમ કરતા નથી? એક દિવસ પણ ગેરલાયક શિક્ષકને ભણાવવા ન દેવાય.

હાઇકોર્ટે સરકાર અને સ્કૂલોની ઝાટકણી કાઢી હતી કે, ગેરલાયક શિક્ષકોને ઉચ્ચ ધોરણોમાં ભણાવવાની મંજૂરી સરકાર પણ કેવી રીતે આપી શકે? હંગામી વ્યવસ્થાની વાત કરો છો પણ એક દિવસ પણ તમારા ગેરલાયક શિક્ષકો ભણાવી શકે નહીં. સ્કૂલો તરફથી એવો બચાવ કરાયો હતો કે, સરકારી ઠરાવને આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઇકોર્ટે પ્રાઈમરી એજ્યુકેશન ડિરેકટર સામે કાયદેસરના પગલા લેવાની ચીમકી ઉચ્ચારી હતી. તમારાથી જો શિક્ષકોની ભરતી થતી નથી અને તમે ગેરલાયક શિક્ષકોને ધોરણ 6થી 8માં ભણાવવા મોકલો છો? આ નિર્ણય તદ્દન ગેરકાયદે છે હવે તમે જુઓ આ રીતે ગેરકાયદે કામ કરો તો શું થાય?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular