ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોમાં વધારો થાય અને પ્રદુષણ ઓછુ થાય તે હેતુસર આજે રોજ સરકારે ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલીસીની જાહેરાત કરી છે. આગામી 4વર્ષ સુધી આ પોલીસી અમલમાં રહેશે જેમાં સરકાર 4 વ્હીલરમાં 1.50 લાખ, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ટૂ વ્હીલરમાં 20 હજારની સબસિડી આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ સબસીડી આપનાર ગુજરાત પહેલું રાજ્ય બનશે.
ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલીસી અંગે વધુમાં સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીકલ વ્હીકલ લોકો વધુ વાપરતા થાય તે માટે અન્ય રાજ્યો કરતા ગુજરાતે ઉદારતાપૂર્વક પોલીસી જાહેર કરી છે. વાહનોમાં સબસીડી ઉપરાંત હોટેલો પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવા અંગે પણ તૈયારી ચાલી રહી છે. વાહનોને ચાર્જીંગ કરવા માટે આગામી સમયમાં 500 જેટલા ચાર્જીગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. જેમાંથી 250 ચાર્જીંગ સ્ટેશન મંજુર કરવામાં આવ્યા છે. ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે કેપિટલ સબસીડી આપવામાં આવશે.
સરકાર 4 વ્હીલરમાં 1.50 લાખ, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ટૂ વ્હીલરમાં 20 હજારની સબસિડી અપાશે જે સબસીડી પ્રતિકિલો વોટના આધારે આપવામાં આવશે. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર, 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે. તેમજ બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે. ઇલેક્ટ્રિક વ્હીકલના પરિણામે ઇંધણ પણ બચશે. અને વાહનચાલકોને પરિવહન વધુ સસ્તું થશે.