મીડિયામાં એવું દેખાઇ રહ્યું છે કે, ટવીટરને બાદ કરતાં ઘણી ડિજિટલ મહાકાય કંપનીઓએ ભારત સરકારની નવી IT પોલિસી સ્વિકારી લીધી છે. તેમાં સ્પષ્ટતા એ આવી છે કે, ગૂગલ આમાંથી બાકાત છે. ગૂગલએ જણાવ્યું છે કે, અમે સર્ચ એન્જિન છીએ. સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી નથી.
ગ્લોબલ ટેકનોલોજી જાયન્ટ ગૂગલએ બુધવારે દિલ્હીની વડી અદાલતમાં કલેઇમ કર્યો છે કે, તે કંપની સર્ચ એન્જિન છે. સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી કંપની નથી.
ગૂગલે પિટિશનમાં જણાવ્યું છે કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ (2021)માં સર્ચ એન્જિનને અયોગ્ય રીતે સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી લેખાવવામાં આવી છે. નિષ્ણાંતો માને છે કે, ગૂગલનો આ દાવો તાર્કિક-યોગ્ય લેખાય.
સર્ચ એન્જિન ઇન્ટરનેટ પરની માહિતીઓ-કન્ટેન્ટનું માત્ર પ્રતિબિંબ છે. બીજું ગૂગલ વાંધાજનક કન્ટેન્ટને હટાવવા તંત્ર ધરાવે જ છે. વાંધાજનક કન્ટેન્ટ હટાવે પણ છે. ગૂગલનાં પ્રવકતા આમ કહે છે.
આ અગાઉ દિલ્હી હાઇકોર્ટે એક મામલામાં ગૂગલને ઇન્ટરમીડીયરી લેખાવેલી. એક મહિલાની તસ્વીર મામલે આ પ્રકરણ બનેલું. અદાલતના આદેશ પછી પણ ગૂગલએ પોતાના વર્લ્ડવાઇડ વેબ પરથી તે વિવાદી તસ્વીર હટાવી ન હતી.
જેના અનુસંધાને ગૂગલએ જણાવ્યું છે કે અમે આ મામલે અપીલ કરી છે. ગૂગલે એમ પણ કહ્યું છે કે, જે-તે સમયે અદાલતે નવા IT રૂલ્સનું યોગ્ય અર્થઘટન કર્યું ન હતું.
આ અપીલના અનુસંધાને અદાલતે દિલ્હી સરકાર – કેન્દ્ર – ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશન – ફેસબુક – પોર્નોગ્રાફિક સાઇટ અને તે મહિલાને નોટિસ મોકલાવી છે. આગામી સુનાવણી 25 જૂલાઇએ યોજાશે.
ગૂગલ એ સરકારની નવી IT પોલિસી સ્વિકારી લીધી નથી
દિલ્હીની વડી અદાલતમાં કલેઇમ : અમે સર્ચ એન્જિન, સોશિયલ મીડિયા ઇન્ટરમીડીયરી નહીં