Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયગુગલના સીઇઓ સુંદર પિચાઇને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો

ગુગલના સીઇઓ સુંદર પિચાઇને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો

- Advertisement -

ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ ૠજ્ઞજ્ઞલહય અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. સંધુએ ટ્વીટર પર કહ્યું કે, સાન ફ્રાન્સિસ્કોમાં ૠજ્ઞજ્ઞલહય અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પદ્મ ભૂષણથી સમ્માનિત કરીને આનંદ થયો. સુંદરની મદુરાઈથી માઉન્ટેન વ્યૂ સુધીની પ્રેરણાદાયી યાત્રા ભારત-યુએસના આર્થિક અને ટેક્નોલોજી સંબંધોને મજબૂત બનાવે છે અને ભારતીય પ્રતિભાને પુન: સમર્થન આપે છે.

- Advertisement -

યુ.એસ.માં ભારતીય રાજદૂત તરફથી પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ સુંદર પિચાઈએ તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભારતીય રાજદૂત સંધુને તેમને હોસ્ટ કરવા અને તેમને પદ્મ ભૂષણ આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગે છે. આ માટે તેઓ ભારત સરકાર અને ભારતના લોકોના ખૂબ આભારી છે અને તેમના પ્રત્યે અપાર આદર વ્યક્ત કરે છે. સુંદર પિચાઈએ કહ્યું કે, ભારત તેમનો એક ભાગ છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેને પોતાની સાથે લઈ જાય છે.

તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે, તેઓ ભાગ્યશાળી છે કે તેઓ એવા પરિવારમાં ઉછર્યા છે જયાં શીખ્યા અને જ્ઞાન મેળવ્યું. તેમણે કહ્યું કે તેના માતા-પિતાએ તે સુનિશ્ર્ચિત કરવા માટે ઘણું બલિદાન આપ્યું કે તેમને (સુંદર પિચાઈ)ને તેની રુચિઓ શોધવાની તકો મળી.

- Advertisement -

પુરસ્કાર સ્વીકારતા 50 વર્ષીય પિચાઈએ જણાવ્યું હતું કે, ટેકનિકલ પરિવર્તનની ઝડપી ગતિના સાક્ષી બનવા માટે વર્ષોથી ઘણી વખત ભારત પરત ફરવું અદભૂત રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં ડિજિટલ પેમેન્ટથી લઈને વોઈસ ટેક્નોલોજી સુધીના ફેરફારોથી સમગ્ર વિશ્વમાં લોકોને ફાયદો થઈ રહ્યો છે.

સુંદર પિચાઈએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું વિઝન ચોક્કસપણે તે પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ છે અને મને ગર્વ છે કે, ગૂગલે ભારતને બહેતર બનાવવા માટે બે પરિવર્તનકારી દાયકાઓમાં સરકારો, વ્યવસાયો અને સમુદાયો સાથે ભાગીદારી કરી છે. રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. દરેક નવી ટેક્નોલોજી જે આપણા ઘર સુધી પહોંચે છે તેણે આપણું જીવન સારું બનાવ્યું છે અને તે અનુભવે મને ટેક્નોલોજી બનાવવામાં મદદ કરવાની તક આપી છે જે ૠજ્ઞજ્ઞલહય અને વિશ્ર્વભરના લોકોનું જીવન સુધારે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular