14 જાનયુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર છે. ખાસ કરીને પતંગ રસિયાઓ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ દિવસે પવનની ગતી સારી રહેશે. 14 જાન્યુઆરીના પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જે પતંગ ચગાવવા માટે પવનની ગતિ સારી કહેવાય છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થશે. ઉત્તરાયણના દિવસે પ્રતિ કલાકે 10-15 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓ પતંગ ચગાવી શકશે. પતંગ રસીકો માટે ઉત્તરાયણનાં દિવસે પવન ખૂબ સારો રહેવાનો છે. જેથી પતંગ ચગાવવાની મોજ માણી શકશે.