કોરોનાની મહામારી બાદ દેશની ઈકોનોમીમાં આશા કરતા વધારે ઝડપથી રીકવરી જોવા મળે તેવી સંભાવના છે અને લોકોનો ઈકોનોમી પરનો વિશ્ર્વાસ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં ભારતમાં કંપનીઓ આ વર્ષે કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.3 ટકાનો વધારો કરી શકે છે.ભારતની એક કંપનીએ કરેલા સર્વેક્ષણમાં આ વિગતો જાણવા મળી છે. 2021ના પહેલા તબક્કાના સર્વેમાં સામેલ કંપનીઓ પૈકી 92 ટકાએ કહ્યુ છે કે, અમે કર્મચારીઓનો પગાર આ વર્ષે વધારવાના છે.જ્યારે ગયા વર્ષે માત્ર 60 ટકા કંપનીઓએ પગાર વધારવાની વાત આ સર્વેમાં કરી હતી. સર્વે 2020માં શરુ કર્યા હતો અને તેમાં સાત સેક્ટરની 400 જેટલી કંપનીઓને સામેલ કરવામાં આવી હતી. સર્વેના તારણ પ્રમાણે ઈકોનોમીમાં અપેક્ષા કરતા વધારે રીકવરી આવી રહી છે અને ગ્રાહકોનો વિશ્ર્વાસ વધી રહ્યો છે અને તેના કારણે કંપનીઓએ પગાર માટેના બજેટમાં વધારો કર્યો છે.20 ટકા કંપનીઓ એવી છે જેણે પગારમાં ડબલ ડિજિટની ટકાવારીમાં વધારો કરવાનુ કહ્યુ છે. સર્વે પ્રમાણે આઈટી અને લાઈફ સાયન્સ સેક્ટરમાં સૌથી વધારે પગાર વધારો થઈ શકે છે.જોકે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર કર્મચારીઓની અપેક્ષા કરતા ઓછો પગાર વદારો કરે તેવી સંભાવના છે.આ સિવાય ડિજિટલ અને ઈ કોમર્સ કંપનીઓ પણ સારો એવો પગાર વધારો કર્મચારીઓને આપશે.