સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલ 11 ઑગસ્ટના રોજ ઓખાથી પોરબંદરમાં ભારતીય નેવલ શીપ સરદાર પટેલ ખાતે આવી પહોંચી હતી. આ મશાલનું 12 ઑગસ્ટના રોજ ગુજરાત નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીઅર એડમિરલ પુરુવિર દાસ, ગખ એ વિધિવત સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ફ્લેગ ઓફિસરે તેમના સંબોધન દરમિયાન 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ કે જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું તેના મહત્વ વિશે જણાવ્યું હતું. તેમજ તેમણે આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનારા યુદ્ધ નિવૃત્ત જવાનો અને વીર નારીઓનું સન્માન કર્યું હતું. વિજય મશાલને 13 ઑગસ્ટ 2021ના રોજ દીવ ખાતે મોકલવા માટે ઋઘૠગઅ દ્વારા વિધિવત રીતે રવાના કરવામાં આવી હતી.