Friday, December 5, 2025
Homeબિઝનેસસોનુ ભડકે બળ્યુ, રચાયો ગોલ્ડન રેકોર્ડ

સોનુ ભડકે બળ્યુ, રચાયો ગોલ્ડન રેકોર્ડ

સોના-ચાંદીની પુરપાટ-રેકોર્ડબ્રેક તેજી અટકવાનુ નામ લેતી ન હોય તેમ આજે વધુ ઉછાળા સાથે ફરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. વિશ્વ બજારમાં પ્રથમ વખત સોનાનો ભાવ 4000 ડોલરને આંબી ગયો હતો. ભારતમાં પણ સવા લાખને પાર થયો હતો.

- Advertisement -

હાજર સોનુ વધુ 1900 રૂપિયાના ઉછાળાથી 125350 થયુ હતું. પ્રથમવાર સવા લાખની સપાટીને પાર થયુ હતું. વિશ્વ બજારમાં પણ ઈતિહાસ રચાયો હતો અને પ્રથમવાર 4000 ડોલરની સપાટી વટાવીને 4016 ડોલરના સ્તરે પહોંચ્યુ હતું. કોમોડીટી એકસચેંજમાં ભાવ 1.22 લાખને વટાવી ગયો હતો. ચાંદીનો ભાવ ગગડયા બાદ ફરી તેજીના પાટે ચડી ગયો હતો. રાજકોટમાં હાજર ચાંદી 154500 હતી. વિશ્વ  બજારમાં ભાવ 48.40 ડોલર તથા કોમોડીટી એકસચેંજમાં 147395 હતો.

સોના-ચાંદીના ભાવ કેટલાંક વખતથી સતત વધી જ રહ્યા છે અને હવે નવો ઈતિહાસ રચ્યો છે. 4000 ડોલરનુ લેવલ સેન્ટીમેન્ટની દ્રષ્ટિએ ઘણુ મહત્વનુ ગણાતુ હતુ જે કુદાવાયુ છે. વૈશ્વિક સ્તરે આર્થિક-રાજકીય અસ્થિરતા, અમેરિકામાં વ્યાજદર ઘટાડવા દબાણ, મોંઘવારીના પડકાર વચ્ચે વૈશ્વિક  બેંકોની ખરીદી જેવા કારણો તેજીને સતત ભડકાવી રહ્યા છે.

- Advertisement -

નિષ્ણાંતોએ કહ્યું કે, ડીસેમ્બર ગોલ્ડ વાયદો તો 4030 ડોલરને પણ વટાવી ગયો હતો તેના આધારે આવતા મહિનાઓમાં તેજી હજુ આગળ વધવાના સંકેતો ઉઠે છે. વૈશ્વિક દ્રષ્ટિકોણથી સોનામાં 2024માં સોનુ 27 ટકા ઉંચકાયુ હતું જયારે 2025માં અત્યાર સુધીમાં 53 ટકાથી અધિકનો ઉછાળો નોંધાવી ચુકયુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે સોનાની ડીમાંડ સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. માત્ર સપ્ટેમ્બરમાં ઈટીએફમાં જ 17.3 અબજ ડોલરનુ રોકાણ થયુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular