Tuesday, April 8, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી સોના-ચાંદી કામની પાંચ લાખની ધૂળની ચોરી.. !!

ખંભાળિયામાંથી સોના-ચાંદી કામની પાંચ લાખની ધૂળની ચોરી.. !!

ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં ખેતરમાં રહેલા ગોડાઉનમાંથી રાત્રિના સમયે તસ્કરોએ સોના-ચાંદીના કામની પાંચ ટન ધૂળની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના કોટા ગામે કરમદી ખાતે આવેલી ખેતીની એક જમીનમાં રહેલા ગોડાઉનમાં ગત તા. 9 માર્ચના રોજ રાત્રીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ આ ગોડાઉનનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ ગોડાઉનમાં રાખવામાં આવેલી સોના-ચાંદી કામની આશરે પાંચ ટન જેટલી ધૂળની ચોરી થવા પામી હતી. આ પ્રકરણમાં રૂપિયા પાંચ લાખની કિંમતની સોના-ચાંદી કામની ધૂળની ચોરી થવા સબબ અત્રે રઘુવીર મિલ પાછળ આવેલા ચુનારા વાસ ખાતે રહેતા રાજુભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ. 51) એ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular