હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બપોરથી સાંજ સુધી ભારે વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે.
તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના સમર્પણ રોડ ગોકુલનગર જકાતનાકા રોડ સોહમનગર પાસે આવેલ સૈનિક ભવન રેલ્વે ફાટક પાસેના છે. છેલ્લા ઘણા દિવસોથી જામનગર સહીત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાથી તમામ ડેમ પણ છલકાયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પાણીમાં ફસાયા છે. અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.