Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજામનગરમાં સ્થપાશે પરંપરાગત દવાઓનું ગ્લોબલ સેન્ટર

જામનગરમાં સ્થપાશે પરંપરાગત દવાઓનું ગ્લોબલ સેન્ટર

આ સેન્ટર પરંપરાગત દવાઓની ગુણવત્તા સલામતિ અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરશે : કેન્દ્રની પ્રવૃત્તિઓના સંકલન માટે સંયુકત ટાસ્કફોર્સની રચના : આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. અનુપ ઠાકરે વ્યકત કરી ખુશાલી

- Advertisement -

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદામાં પરંપરાગત દવાઓને પ્રોત્સાહન માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રથમ ગ્લોબલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ભારતના આયુષ મંત્રાલય દ્વારા સ્થપાનારૂં આ કેન્દ્ર સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે પ્રથમ અને એકમાત્ર કેન્દ્ર હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કરીને ગુજરાતના જામનગરમાં ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

આ સેન્ટરની સ્થાપનાથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન મળશે, પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડવામાં આવશે, પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં આવશે, ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલ્યાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની 13 ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી ડબલ્યુએચો ટીએમ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના કરવામાં આવી છે. ઉદ્દેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને ડબલ્યુએચઓ એકેડેમી અને અન્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે ભાગીદારી કરવામાં આવશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં ડબલ્યુએચઓ જીસીટીએમની સ્થાપનાની જાહેરાત કરી હતી. માનનીય પ્રધાનમંત્રીએ 5710ની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે ડબલ્યુએચઓ જીસીટીએમ વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.

- Advertisement -

આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. 111માં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

આ પરિપેક્ષ્યમાં, આઇટીઆરએ જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલ તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત ડબલ્યુએચઓ જીસીટીએમનું આયોજન કરવામાં આવે. પરંપરાગત દવાએ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વર્ષનાં સીમાચિન્હની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે.ડબ્લ્યુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે. ડબલ્યુએચઓ સાથે મળીને આગામી ડબલ્યુએચઓ જીસીટીએમ અને અન્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. આઇટીઆરએ જામનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડો. અનુપ ઠાકર દ્વારા આ બાબતે ખુશાલી વ્યક્ત કરતા રાષ્ટ્રના આદરણીય વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરાયો છે અને ભવિષ્યમાં આ કેન્દ્ર થકી આયુર્વેદ વૈશ્ર્વિક ફલક પર એક નવું સિમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular